ખબર

અમદાવાદ એરપોર્ટ પર જતા પહેલા આ નવો નિયમ વાંચી લેજો નહીતો ભરાઈ જશો

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે અને વધતા કોરોનાના કહેર વચ્ચે માત્ર જનતા જ નહિ પરંતુ સરકાર પણ ચિંતિત છે. આવતીકાલથી એટલે કે 1 એપ્રિલથી ગુજરાત પ્રવેશતાં પહેલાં ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રિપોર્ટ બતાવ્યા બાદ જ હવાઈ મુસાફરી કરી શકાશે.

પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા હવે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અન્ય કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પહેલા તમારે RT-PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. 1 એપ્રિલથી નવી સૂચના ન મળે ત્યા સુધી લાગૂ પડશે નિયમ.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના RT PCR ફરજિયાત છે જેને લઈ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના પ્રવાસીઓનું ચેકીંગ થાય છે. તેમજ જે પ્રવાસીઓ RT PCR કરાવીને આવ્યા નથી તેનો ટેસ્ટ કરવામાં આવે છે. તો આવતીકાલથી તો ગુજરાત આવતા તમામ પ્રવાસીઓને RT PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ટ્રેન, વિમાન, બસ અથવા પ્રાઇવેટ વાહનમાં આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટનો રિપોર્ટ કરાવીને આવવાનું રહશે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કહેર વચ્ચે રાજયમાં સંક્રમણના ફેલાવા પર રોક લગાવવા અને કોરોનાને હરાવવા વેક્સિનેસન કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યુ છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે.