તસ્કરોનો અનોખો જુગાડ…ગુટખાના પાઉચમાં સંતાડીને લાવ્યા હતા અધધધ લાખના ડોલર…પછી કસ્ટમ અધિકારીઓએ આ રીતે ઝડપી પડ્યા..જુઓ વીડિયો

એરપોર્ટ પર એક વ્યક્તિ બેગમાં ઘણી બધી ગુટખા લઈને જતો હતો.. કસ્ટમ અધિકારીઓ ગુટખાના પાઉચ ખોલતા જ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

વિદેશથી ઘણા લોકો ભારતમાં આવતા સમયે પોતાની સાથે કેટલીક એવી વસ્તુઓ લઈને આવે છે જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો વિદેશથી સોનુ અને રોકડ રકમ પણ લઈને આવતા હોય છે. તો કોઈ મોંઘી દાટ ઘડિયાળો અને કેટલાક સ્મગલિંગના સામાન સાથે પણ ઝડપાઇ જતા હોય છે. આવી વસ્તુઓ લાવવા માટે તે ઘણીવાર એવા જુગાડ અપનાવે છે જેને જોઈને આપણું માથું પણ ચકરાઈ જાય.

હાલ એવી જ એક ઘટના સમયે આવી છે, જેમાં લાખો રૂપિયા ડોલર લાવવા માટે એક તસ્કરે એવું ભેજું વાપર્યું કે કોઈએ કલ્પના પણ નહોતી કરી અને જયારે તે પકડાઈ ગયો ત્યારે અધિકારીઓ પણ તેની ચાલાકી જોઈને માથું ખંજવાળતા રહી ગયા. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એરપોર્ટ પર વિદેશી ચલણ રાખવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અધિકારીઓને ગુટખાના પેકેટમાંથી 40 હજાર ડોલર મળ્યા છે.

એક મોટી કાર્યવાહી કરતા કોલકાતા એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી માત્રામાં વિદેશી ચલણ જપ્ત કર્યું છે. એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ બેંગકોક જતા સામાનની તલાશી લીધી હતી, જેમાં ગુટખાના પેકેટની અંદરથી 40 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 32 લાખની આસપાસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીનો વીડિયો કોલકાતા કસ્ટમ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કોલકાતાથી બેંગકોક 40 હજાર યુએસ ડોલર લાવવા માટે કેવી ચતુરાઈ અપનાવવામાં આવી છે. વીડિયોમાં કસ્ટમ અધિકારીઓ ગુટખાના પાઉચ ખોલતા જોવા મળી રહ્યા છે, જેમાં યુએસ ડોલર સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યા છે. આ રીતે ગુટખાના પેકેટમાં ડોલર મળતા ખુદ કસ્ટમ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Niraj Patel