ખબર

એકદમ નવું એક્ટિવા લઈને નીકળ્યો, રસ્તામાં પોલીસે ફટકાર્યો 1 લાખનો દંડ અને પછી જે થયું એ…

નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત અત્યાર સુધીમાં ઘણા ભારે-ભારે ચલણ ફાટી ચુક્યા છે. ત્યારે હવે ફરીથી એક ચાલક પર મોટી રકમનો મેમો ફાડવામાં આવ્યો છે, અને ચોંકાવનારી વાત તો એ છે કે વાહનની કિંમત નથી એના કરતા તો વધુનો મેમો ફાડ્યો છે, જેનાથી આ વાહનનો માલિક પરેશાન છે.

નવું નક્કોર એક્ટિવા લઈને જતા એક વ્યક્તિ પર રજીસ્ટ્રેશન વિના ચલાવવા પર 1 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. આ ઘટના ઓરિસ્સાના ભુવનેશ્વર નજીકની છે. અહીં કટક ટ્રાન્સપોર્ટ ઓફિસે ચેકીંગ દરમ્યાન એક નવી એક્ટિવાને રજીસ્ટ્રેશન વિના ચલાવવા પર ચાલક પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

Image Source

જાણકારી અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ બારંગમાં વાહનોની પોલીસ ચેકીંગ થઇ રહી હતી. એક્ટિવા નવી હોવાના કારણે તેમાં નંબર પ્લેટ ન હતી, જેના કારણે પોલીસે વાહન ચાલક પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ એક્ટિવા અરુણ પાંડા નામની વ્યક્તિ ચલાવી રહી હતી.

રિપોર્ટ અનુસાર, આ એક્ટિવા 28 ઓગસ્ટે ભુવનેશ્વરના એક શોરૂમમાંથી ખરીદવામાં આવી હતી. 12 સપ્ટેમ્બરના રોજ ચેકીંગ દરમ્યાન આને પકડવામાં આવી. આ એકટીઆ કવિતા પાંડાના નામે ખરીદવામાં આવી હતી, પણ ત્યાં સુધીમાં આનો નંબર આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલે ડીલર/મેનુફેક્ચરર/ઈમ્પોર્ટરના સ્તર પર થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

Image Source

આ મામલે એક્ટિવાની માલિક કવિતાનું કહેવું છે કે જે શોરૂમમાંથી તેણે વાહન ખરીદ્યું હતું, ત્યાંથી હજી સુધી રજીસ્ટ્રેશન નંબર આપ્યો નથી. આ પછી આરટીઓ દ્વારા શોરૂમ ઓથોરિટીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. કવિતાનું કહેવું છે કે ચેકીંગ દરમ્યાન જ ખબર પડી કે રજીસ્ટ્રેશન મારા નામે નથી. આ પછી 1 લાખ રૂપિયા દંડ લગાવવામાં આવ્યો હતો.

કવિતા કહે છે કે આ મામલામાં અમારો કોઈ દોષ નથી. આરટીઓએ આ માટે ડીલર પર કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે અમે પોલીસને પણ જાણ કરી છે. નવા નિયમો અનુસાર નોંધણી વગર વાહન ચલાવવા બદલ દંડ લગાવવામાં આવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks