માત્ર 4 દિવસમાં અધધધધ કરોડથી વધુની કમાણી કરી, સુપરહિટ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પછાડી

ફિલ્મ RRR  બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મનું હિન્દી સંસ્કરણ મંગળવારે 100 કરોડને પાર પહોંચી ગયું છે. પુષ્પા પછીની આ બીજી તેલુગુ ફિલ્મ છે જે મૂળ ફિલ્મની સાથે સાથે હિન્દીમાં રિલીઝ થયા પછી આ આંકડા સુધી પહોંચી છે. 25 માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મે સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 560 કરોડથી વધુ બિઝનેસ કર્યો છે.

ફિલ્મ રિલીઝના દિવસે જ ફિલ્મે 257.15, બીજા દિવસે 114.38 અને ત્રીજા દિવસે 118.63 કરોડની કમાણી કરી હતી. એવામાં માત્ર ત્રણ દિવસમાં આટલી કમાણી કરનાર ભારતની પહેલી ફિલ્મ બની ચુકી છે.ફિલ્મના હિન્દી સંસ્કરણની કમાણી મંગળવારે તેલુગુ સંસ્કરણની કમાણી કરતા આગળ નીકળી ગઈ છે.જ્યા હિન્દીમાં ફિલ્મે 15.30 કરોડ તો તેલુગુ ભાષામાં ફિલ્મે 13 કરોડની કમાણી કરી હતી.ફિલ્મ RRR એ ફિલ્મ બાહુબલી-2 કરતા પણ સારું ઓપનિંગ લેતા પુરા દેશમાં કુલ 130 કરોડ રૂપિયાની કલેક્શન કર્યું હતું.

ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ગત દિવસે કહ્યું તું કે ‘RRR’ના હિંદી વર્ઝને ભારતમાં ચોથા દિવસે 17 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ચાર દિવસમાં 91 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ પાંચમા દિવસે 100 કરોડ ક્લબમાં એન્ટર થશે.

Krishna Patel