સૈડલવુડ ડ્રગ રેકેટ મામલે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીઓની લગાતાર ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ એક સેલિબ્રિટી કપલની ધરપકડ કરવામાં આવી છે. કન્નડ ફિલ્મના ટોપ એક્ટર દિગનાથ અને તેની પત્ની એન્દ્રિતા રેની બેગ્લોર પોલીસે ધરપકડ કરી છે. આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જાણીતા ચહેરા છે.
View this post on Instagram
36 વર્ષીય દિગનાથ મનછલે છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છે. તેનું નામ કન્નડ ફિલ્મોના ટોપ એક્ટરમાં લેવામાં આવે છે. તેને અત્યાર સુધીમાં 25થી 30 ફિલ્મમાં કામ કર્યું છે. ડ્રગ એન્ગલમાં તેનું નામ સામે આવતા ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. દિગનાથ સિવાય તેની પત્ની એન્દ્રિતા રેની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. 30 વર્ષીય એન્દ્રિતા રે કન્નડ સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. તેને અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.
View this post on Instagram
સૈડલવુડ ડ્રગ રેકેટ મામલે અત્યાર સુધીમાં ઘણા સિતારાઓની ધરપકડ થઇ ચુકી છે. આ મામલે બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરાયનો સાળો આદિત્ય અલ્વા પણ બેંગ્લોર પોલીસના સંકજામાં છે.
View this post on Instagram
બેંગ્લોરના જોઇન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે જણાવ્યું હતું કે ‘ હેબલ નજીક આદિત્ય અલ્વાનું ઘર ‘હાઉસ ઓફ લાઇવ્સ’ નું સર્ચ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તલાશી લેવામાં આવી રહી છે. આદિત્ય અલ્વા વિવેક ઓબેરોયના સાળા અને પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના પુત્ર છે. અહેવાલો અનુસાર, આદિત્ય અલ્વાને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ તેની શોધ કરી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આ કેસમાં એક્ટ્રેસ રાગિની દ્વિવેદી સહિત ડ્રગના પેડલર્સ રવિશંકર, શિવ પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. રાગિનીને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.