આ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર ચલાવી રહ્યો હતો રોયલ એનફિલ્ડ બુલેટ, પછી સામે આવી પોલિસ, પણ લગાવ્યો એવો જુગાડ કે પોલિસ પણ ના કાપી શકી ચલાણ

હેલ્મેટ વગર જોઇ પોલિસે રોકાવી ગાડી, બાઇકવાળાએ લગાવ્યો એવો જુગાડ કે ના કપાયુ ચલાણ

જ્યારે પણ લોકો રસ્તા પર બાઇક ચલાવે છે તો તેમને એ ડર હંમેશા રહે છે કે ક્યાંક ટ્રાફિક પોલિસ તેમને કોઇ ભૂલને કારણે પકડી ન લે. જો કે, તમારી પાસે લાયસન્સ સહિત બધા કાગળ હોય તો તમને ડર નથી હોતો. કેટલાક લોકો એવા હોય છે જે પોતાની ગાડીને જુગાડથી ચલાવવામાં માહેર હોય છે. જુગાડ એક એવું માધ્યમ છે જેના દ્વારા લોકો તેમના ઊંઘા સીધા કામ છેલ્લા સમયે બરાબર કરી લે છે. ભારતમાં જુગાડ પ્રણાલી ખૂબ જ લોકપ્રિય છે, જેના દ્વારા લોકો તે કામ ચપટી વગાડતા પૂર્ણ કરી લે છે જેમાં કલાકો લાગી જતા હોય છે.

આવું જ હાલમાં સામે આવ્યુ છે. એક વ્યક્તિએ પોતાના શોખને પૂરો કરવા માટે જુગાડમાંથી રોયલ એનફિલ્ડ બુલેટ બનાવી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. નવાઈની વાત એ છે કે આ બુલેટ પેટ્રોલ કે ઈલેક્ટ્રીક વગર ચાલે છે. જો કે, તેણે એવી પદ્ધતિ અપનાવી કે ટ્રાફિક પોલીસ પણ જોઇને આશ્ચર્યચકિત થઈ ગઈ. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ધીમે-ધીમે બાઇક ચલાવીને આવે છે અને ત્યારે જ સામે ઉભેલા કોન્સ્ટેબલ તેને રોકે છે.

તેણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું, પરંતુ તેણે એવો જુગાડ કર્યો હતો કે તેનું ચલાણ ટ્રાફિક કોન્સ્ટેબલ કાપી શક્યો નહિ. હવે તમે વિચારતા જ હશો કે રોયલ એનફિલ્ડ બુલેટ જાતે કેવી રીતે બનાવી શકાય. તો જણાવી દઇએ કે, આ વ્યક્તિએ સાઇકલમાં ફેરફાર કરીને બુલેટ બનાવી દીધુ જે રોયલ એનફિલ્ડ જેવું દેખાતુ હતુ. જો કે તેને ચલાવવા માટે સાયકલની જેમ પેંડલ મારવું પડે છે. જો તમારી સાયકલ મોટર સાયકલ ન હોય તો પોલીસ પણ ચલણ કાપી શકતી નથી.

આવી સ્થિતિમાં તેણે ટ્રાફિક કોન્સ્ટેબલને ચકમો આપ્યો અને પછી તે નજર સામે જ ચાલ્યો ગયો. માત્ર થોડીક સેકન્ડના વીડિયોએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા. આ વીડિયો લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે કે તેણે આ પરાક્રમ કેવી રીતે કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો વિચારમાં પડી ગયા હતા. આ વીડિયોને ફેસબુક પર અત્યાર સુધીમાં 21 મિલિયન લોકોએ જોયો છે અને 9 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Shah Jina