આપણા દેશમાં જો કોઈ વસ્તુ સૌથી વધુ ખાવામાં આવતી હોય તો તે છે રોટલી. દરેક ઘરમાં રોટલી બનાવવામાં આવે છે અને મોટાભાગના લોકો રોટલી ખાતા જ હોય છે. કહેવામાં આવે છે કે દિવસમાં એકવાર તો રોટલી ખાવી જ જોઈએ નહીં તો પેટની ભૂખ સંતોષાતી નથી.

હોટલમાં જમવા માટે જઈએ ત્યાં પણ આપણે કોઈ શાક સાથે રોટલી તો મંગાવીએ જ છે. પરંતુ શું તમે જાણો છો કે રોટલીનો લોટ બાંધતી વખતે એમાં જો કેટલીક વસ્તુ ઉમેરવામાં આવે તો શરીરમાં બીજા ફાયદા પણ થઇ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે રોટલી બનાવતી વખતે લોટમાં કઈ બે વસ્તુ ઉમેરવી ફાયદાકારક છે.

આજે બહારના ખાન-પાન અને ફાસ્ટફૂડિયા જીવનના કારણે પેટ સંબંધિ ઘણી તકલીફો જોવા મળે છે. દિવસ દરમિયાન વધુ કામના ભારણને કારણે પાણી પણ જો પૂરતી માત્રામાં ના પીવામાં આવે તો તમને કબ્જ અને એસીડીની તકલીફ થઇ શકે છે. કબ્જ, ગેસ, એસીડીટી થવાના આ સિવાય પણ બીજા ઘણા કારણો રહેલા છે.

આ સમસ્યા માટે ઘણી દવાઓ કરવા છતાં પણ કોઈ ખાસ ફર્ક પડતો નથી હોતો પરંતુ તમે જો અઠવાડિયામાં એક જ વખત રોટલી બનવાતી વખતે ઘઉંના લોટની અંદર એક ચમચી ભરીને જઉંનો લોટ (ઓટ્સ) ઉમેરી દેશો તો તમને આ તકલીફમાંથી રાહત મળશે. જઉંનો લોટ તમને બજારની અંદર ખુબ જ સરળતાથી મળી રહેશે. આનો અસર તમને બીજા જ દિવસથી જોવા પણ મળશે.

જીવનની ભાગદોડમાં તંદુરસ્ત રહેવા માટે પણ આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, જિમ જવું, યોગા કરવા, સ્વિમિંગ કરવું તેમજ કેટલાક લોકો તો એનર્જી લાવવા માટે બજારમાં મળતી દવાનો પણ પ્રયોગ કરે છે. પરંતુ જો રોટલી બનાવતી વખતે તમે આ એક વસ્તુ લોટની અંદર ઉમેરીને રોટલી બનાવશો તો તમે વધુ તંદુરસ્ત રહી શકો છો.

જયારે પણ તમારા ઘરે રોટલી બનાવે ત્યારે લોટ બાંધતા પહેલા લોટની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી દેવો. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇબ્રેડ રહેલું છે જે તમારા શરીર માટે ખુબ જ ઉપયોગી થઇ શકે છે. ચણાના લોટના કારણે રોટલી વધુ સ્વાદિષ્ટ તો બનશે જ સાથે તમે સ્ફૂર્તિલા અને તાકાતવર પણ બની શકશો.

તો આ રીતે રોટલીની અંદર આ બે વસ્તુઓ જો તમે મેળવી અને પછી રોટલી બનાવશો તો ગેસ, એસીડીડીટી જેવી બીમારીઓથી તો દૂર રહી જ શકશો સાથે તંદુરસ્ત પણ રહી જ શકશો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.