જ્યોતિષ શાસ્ત્ર

રોટલી બનાવતા પહેલા અને પછી જરૂર કરો આ કામ, જીવનમાં ક્યારેય ગરીબી જોવાનો વારો નહીં આવે

ભારત વિભિન્ન સંસ્કુતિઓનો દેશ છે. અહીં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારતના અલગ અલગ હિસ્સાઓમાં લોકોની રહેણીકરણી અને ખાનપાન પણ અલગ અલગ હોય છે. એવામાં દરેક જગ્યા પર ઘણા પ્રકારના વ્યંજન પણ બનાવવામાં આવે છે. પણ આખી દુનિયામાં એક એવી ચીજ છે જેને દરેક ઘરોમાં બનાવવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ રોટલીની.

રોટલી એક એવી વસ્તુ છે જેને કમાવવા માટે વ્યક્તિએ પોતાનો બધો જ સમય કાઢી નાખે છે. વ્યક્તિ દરેક પરીસ્થિતિમાં પોતાના પરિવાર અને બાળકો માટે રોટલી કમાવવા માંગતો હોય છે. તમે અઠવાડિયામાં ગમે તે ચીજો ખાઈ લો પણ જ્યા સુધી બે-ત્રણ વાર રોટલી ન ખાઈ લઈએ ત્યાં સુધી જાણે કે પેટને શાંતિ નથી મળતી. કદાચ આ જ કારણ છે કે ભારતના લગભગ દરેક ઘરોમાં રોટલી જરૂર બનાવવામાં આવે છે. આ રોટલી જ એક એવી વસ્તુ છે જેના માટે વ્યક્તિ કશું પણ કરી છૂટવા તૈયાર થઇ જાય છે. તમને આજે જણાવી દઈએ કે આ રોટલી કમાવી જેટલી અઘરી છે એટલી જ આ રોટલી ચમત્કારિક છે.

Image Source

શું તમે જાણો છો કે રોટલીનું સીધું જ કનેક્શન તમારા ઘરની બરકત પરથી પણ હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે કે તે જીવનમાં ક્યારેય પણ ગરીબીનું દુઃખ ન જોવું પડે. પણ ઘણીવાર ખરાબ કિસ્મતના લીધે સારા સારા ધનવાન લોકો પણ રસ્તા પર આવી જાતા હોય છે, એવામાં જો તમે ઈચ્છો કે તમારા ઘર પર સમસ્યા ન આવે તો તમારે રોટલી બનાવતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આજે અમે તમને રોટલીની એવી ચમત્કારિક વાત અને ઉપાય જણાવીશું કે જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. તેના માટે તમે જયારે પણ તમે ઘરના લોકો માટે રસોડામાં રોટલી બનાવા માટે જાવ ત્યારે પહેલા અને પછી અમુક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશેષ કામથી તમારા ઘરમાં બરકત હંમેશા બની રહેશે. આવો તો તમને જણાવીએ આખરે શું છે તે કામ…

Image Source

રોટલી બનાવતા પહેલા કરો આ કામ:

જયારે પણ તમે રોટલી બનાવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલી રોટલી ગાયના નામની બનાવવી જોઈએ. ગાયને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એવામાં જયારે પણ આપણે ગાયને રોટલી ખવડાવીએ છીએ તો આપણને આ 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.  મોટાભાગે લોકો ગાયને રોટલી તો આપતા હોય છે પણ તે વાસી કે બચેલી રોટલી હોય છે. એવામાં જો તમે સૌથી પહેલા ગાયની એક રોટલી બનાવીને અલગ રાખી દેશો અને પછી તેને આ રોટલી આપશો તો તમને ખુબ જ પુણ્ય મળશે. આવું કરવાથી પરિવારનું ભાગ્ય ચમકે છે અને ઘરમાં ધન અને અન્નની બરકત હંમેશા બની રહે છે. જો તમે ગાયને રોટલી આપીને વધુ ધન કમાવવા માંગો છો તો ગુરુવારના દિવસે આ રોટલીમાં ઘી લગાવીને સાથે ગોળ પણ લગાવી દો, આવું કરવાથી તમને ખુબ જ ફાયદો મળશે.

રોટલી બનાવ્યા પછી કરો આ કામ:

Image Source

જેવી રીતે તમે પહેલી રોટલી ગાયના નામની બનાવો છો તેવી જ રીતે છેલ્લી રોટલી કુતરાના નામની પણ જરૂર બનાવો. કૂતરાને જયારે તમે આ રોટલી આપો છો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે, સાથે જ તમારો પરિવાર પણ લોકોની ખરાબ નજરથી બચી જાય છે. જો ઘરના કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે તો તે શનિવારના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો. તેનાથી તમારો ખરાબ સમય પણ ચાલ્યો જશે.

જો કુંડળીમાં શનિ કે રાહુ – કેતુનો દોષ છે તો તમારે રોજ રાત્રે જે છેલ્લી રોટલી બનાવવામાં આવે છે તેના પર તેલ લગાવીને એ રોટલી કાળા કુતરાને ખવડાવવાની રહેશે. જો કાળા રંગનો કુતરો ના મળે અને શક્ય ના હોય તો આ રોટલી એ બીજા કોઈપણ કુતરાને ખવડાવી શકાય.

Image Source

દર અમાસના દિવસે ચોખાની ખીર બનાવો ત્યારબાદ એ ખીરમાં રોટલીના નાના નાના ટુકડા કરીને ઉમેરી દો. ત્યારબાદ આ ખીરને કાગડાઓ માટે ધાબા પર મૂકી દેવી. આ ઉપાય કરવાથી તમારા ઘર પરથી પિતૃઓની કૃપા બની રહેશે અને કોઈપણ વિઘ્ન આવશે નહિ, સુખ અને સમૃદ્ધિ પણ અઢળક મળશે.

ઘરમાં કોઈ નાનું બાળક હોય અને જો તે બરોબર ભોજન નથી કરી રહ્યું તો એક ઉપાય છે તમારે એક રોટલીમાં ગોળ મુકીને એ રોટલીને એ બાળકના માથા પરથી ૨૨ કે ૨૧ વાર ઉતારી લેવી અને ત્યારબાદ આ રોટલી કોઈ કુતરાને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી બાળક પરથી ખરાબ નજર ઉતરી જશે અને તેની અસર પૂરી થઇ જશે. જો એ બાળક બરોબર જમતું નથી તો તે વ્યવસ્થિત ખોરાક લેતું થશે.

Image Source

રોટલીના નાના નાના ટુકડા કરીને તેમાં ખાંડ ઉમેરીને આ મિશ્રણને કીડીઓને ખવડાવી દેવું આમ કરવાથી જીવનમાંથી અસફળતા દુર થાય છે. જીવનમાં જો બહુ મહેનત કરવાથી પણ તમને સફળતા નથી મળતી તો તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. જો તમે ઈચ્છો તો ઘઉંના લોટમાં ખાંડ ઉમેરીને પણ કીડીયારું પૂરી શકો છો. સફળતા મેળવવા માટે આ સૌથી સરળ ઉપાય.

જો તમે ઘરમાંથી ગરીબાઈ દુર કરવા માંગો છો તો તમારે સવારે જે સૌથી પહેલી રોટલી બને તેમાંથી ચાર એકસરખા ટુકડા કરવા આમાંથી એક ટુકડો ગાય માટે એક કુતરા માટે એક ટુકડો તમારા ધાબા પર કાગડા માટે મુકજો અને છેલ્લે જે ટુકડો વધે છે તેને તમારા ઘરની આસપાસ આવેલ કોઈપણ ચબુતરા પર મૂકી દેવો. આ કામ તમારે રોજ કરવાનું છે આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દુર થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks