શિમરી ડ્રેસમાં ખૂબ બોલ્ડ લાગી બાલિકા વધુની ચાઇલ્ડ એક્ટ્રેસ રોશની વાલિયા, પ્લંજિંગ નેકલાઇને ખેંચ્યુ બધાનું ધ્યાન- તસવીરો જોઇ ચાહકોના દિલમાં આવી જશે સુનામી

બાલિકા વધુની એક્ટ્રેસ રોશની વાલિયા છે હદથી વધારે બોલ્ડ, 21ની ઉંમરે મોટી-મોટી એક્ટ્રેસને છોડી રહી છે પાછળ

Roshni Walia In Shimmery Dress With Plunging Neckline : ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર ચાઈલ્ડ એક્ટ્રેસ રોશની વાલિયા હવે મોટી થઈ ગઈ છે અને તેના બોલ્ડ લુક્સ અને હોટ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ તે એક એવોર્ડ શો બાદ જોવા મળી હતી, આ દરમિયાન તે ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. તાજેતરમાં, રોશનીને એક એવોર્ડ ઈવેન્ટ પછી પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, જ્યાં તે કેમેરા સામે પોઝ આપતી પણ જોવા મળી હતી. રોશની શિમરી રેપ સ્કર્ટ અને પ્લંગિંગ નેકલાઇન ક્રોપ ટોપમાં સેક્સી લાગી રહી હતી. આ લુક સાથે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગ્લેમ મેકઅપ કર્યો હતો.

બાલિકા વધુની નાનકડી ગંગા હવે થઇ ગઇ છે મોટી
રોશની વાલિયાએ 2011માં શો ‘મેં લક્ષ્મી તેરે આંગન કી’ માં બાળ અભિનેત્રી તરીકે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને તે ‘બાલિકા વધૂ’, ‘દેવોં કે દેવ…મહાદેવ’, ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ ઉપરાંત બીજા કેટલાક શોમાં જોવા મળી હતી. તેણે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. થોડા મહિના પહેલા, રોશની બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પાર્ટીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે આર્યન સાથે પોઝ આપતી જોવા મળી હતી.

શાહરૂખના પુત્ર આર્યન ખાન સાથે પાર્ટી કરતી તસવીરો થઇ હતી વાયરલ
નૂડલ સ્ટ્રેપવાળા મિની બ્લેક ડ્રેસમાં તે આકર્ષક અને બોલ્ડ દેખાતી હતી. જો કે, એમાં કોઈ શંકા નથી કે રોશની એક ફેશનિસ્ટા છે અને તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે, પરંતુ શો ‘તારા ફ્રોમ સતારા’માં ‘તારા’ના રોલ માટે રોશનીએ ડી-ગ્લેમ લુક અપનાવ્યો હતો. તેણે પોતાના પાત્ર માટે ઘણું સંશોધન કર્યું, સાથે જ સતારા શહેરની મુલાકાત લીધી. પોતાના પાત્રને સમજવા માટે તેણે સ્થાનિક યુવતીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ઘણી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં ભજવી છે મહત્વની ભૂમિકા
એક ઈન્ટરવ્યુમાં તેના ડી-ગ્લેમ લુક વિશે વાત કરતા રોશનીએ કહ્યું હતુ કે, “હું શોમાં મારા નવા લૂક માટે ઉત્સાહિત છું અને આશા રાખું છું કે દર્શકોને તે ગમશે જે રીતે ‘મહારાણા પ્રતાપ’માં મારો લુક પસંદ આવ્યો હતો. શો ‘તારા ફ્રોમ સતારા’ એક અનોખી વાર્તા છે અને મને આનંદ છે કે નિર્માતાઓને મારામાં તેમની ‘તારા’ મળી છે. પાત્ર કુદરતી દેખાવની માંગ કરે છે અને હું મારા કુદરતી સ્વભાવમાં પડદા પર આવીને વધુ ખુશ છું. હું વાસ્તવિક જીવનમાં ફેશન પ્રેમી છું અને ચાહકોએ હંમેશા મારા દેખાવની પ્રશંસા કરી છે, તેથી સ્ક્રીન પર મારા નવા પાત્ર માટે તેમની પ્રતિક્રિયા જોવી રોમાંચક રહેશે.”

રોશનીને મળ્યો લોકપ્રિય બાળ કલાકાર માટે એવોર્ડ
વર્ષ 2013માં રોશનીએ સુપરહિટ સીરીયલ બાલિકા વધૂમાં યંગ ગંગાનો રોલ કર્યો ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ માય ફ્રેન્ડ ગણેશના ત્રીજા અને ચોથા ભાગમાં રોશનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે રોશની 21 વર્ષની થઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાવા લાગી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ જ્યારે રોશની વાલિયાને છેલ્લા દાયકાની લોકપ્રિય બાળ કલાકાર માટે એવોર્ડ મળ્યો, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઈવેન્ટમાં રોશની ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

Shah Jina