સીઝન ગરમીની હોય કે પછી ઠંડીની હોય. લસ્સી પીવાનું મન તો બારેય માસ થતું હોય છે. એમાય દહીમાંથી બનતી આ લસ્સી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચનશક્તિ વધારનાર, આળસને ભગાડનાર . ને એમાય જો રાત્રે જમ્યા પછી પીવામાં આવે તો તો નીંદર પણ ગાઢ આવે છે. આપણાં પૂર્વજો દહીનું ઘોળું બનાવી રોજ જમવામાં સાથે લેતાં હતાં. એટ્લે જ એમને ક્યારેક શારીરિક પીડા નથી થઈ. સૌથી બેસ્ટ ગુણકારી એવું દહી તો બધાના ઘરમાં મળી જ આવે. તો તમે પણ એક ટેવ પાડો રોજ દહીનું ઘોરું અથવા લસ્સી પીવાની.
આજે અમે લાવ્યા છીએ તમારાં માટે રોઝ ડ્રાય ફ્રૂટ લસ્સી. જે ટેસ્ટ નાના મોટાં દરેકને પસંદ આવશે. એમાય ડ્રાય ફ્રૂટનો ઉપયોગ થયો હોવાથી આ લસ્સી વધારે પૌષ્ટિક છે.
સામગ્રી :
- દહીં ૧ કપ,
- ખાંડ ૨ ચમચી,
- કાજુ બદામ દ્રાક્ષ,
- તૂટી ફૂટી,
- રોઝ સીરપ ૧ ચમચી,
- પાણી જરૂર મુજબ॰
રીત
સૌપ્રથમ એક મિક્સર જગ લઇ લો એમાં સૌ પ્રથમ સામગ્રીમાં દર્શાવ્યા મુજબ ખાંડ ઉમેરી દો. .
હવે એ જ મિક્સર જગમાં દહી પણ ઉમેરી દો. ( મે અહિયાં બે ગ્લાસ પૂરતું જ ઉમેર્યું છે. તમે તમારા માપ પ્રમાણે બધી સામગ્રી ઘટાડી ને વધારી શકો છો.)
હવે એમાં સોઝ સીરપ એડ કરીશું . જેથી લસ્સી કલરફૂલ ને સુગંધીદાર બને. ( તમે તમને પસંદ હોય એ બીઝા ફ્લેવર પણ લઈ શકો છો )
હવે એએ બધી જ સામગ્રી ભેગી થઈ ગઈ છે. તો મિકસરની મદદથી સરસ ગ્રાઈન્ડ કરી દો. ત્યાં સુધી ગ્રાઈન્ડ કરવાનું જ્યાં સુધીખાંડ, સીરમ ને દહી એકરસ ના થઈ જાય.
ત્યારબાદ, બે કાચનાં ગ્લાસ લઇ લો એમાં કાજુ બદામ દ્રાક્ષ ના ટુકડા અને તૂટી ફૂટી નાખો પછી. એમાં રોઝ લસ્સી રેડો એને મિક્સ કરી ફરી ગારનિસ કરો.અને તૂટી ફૂટી અને રોઝ સીરપ થી ગાર્નીસ કરો
તો તૈયાર છે આપડી રોઝ લસ્સી સરળ અને જલ્દી થી તૈયાર થાય એવી આ રેસીપી જરૂર થી બનાવજો
મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ? પસંદ આવી હોય તો મારી રસોઈને લાઈક કરવાનુ ભૂલતા નહી.