ફિલ્મી દુનિયા

સુશાંતના નિધન ઉપર રૂપા ગાંગુલીએ કરી CBI તપાસની માંગણી, કહ્યું CCTVની તપાસ થઈ ???

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઘણા બૉલીવુડ સિતારાઓ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને નાના પડદાના અભિનેતાઓ પણ પ્રતિભાવો આપી રહ્યા છે.

Image Source

પોલીસ સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં લાગી ગઈ છે, ત્યારે ઘણા અભિનેતાઓએ સીબીઆઈ તપાસ કરાવવાની પણ માંગણી કરી છે. એમાંથી એક છે મહાભારત ધારાવાહિકમાં દ્રોપદીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી રૂપા ગાંગુલી.

રૂપા ગાંગુલીએ #cbiforsushant લખીને ઘણી બધી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. અને પોસ્ટ સાથે રૂપા ગાંગુલીએ ઘણી બધી વાતો પણ લખી છે.

રૂપાએ આ બધી પોસ્ટ ટવીટરના માધ્યમથી શેર કરી છે અને આ પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.

રૂપા ગાંગુલીએ લખ્યું છે કે: શું તપાસ જલ્દી થઇ રહી છે અને ફોરેન્સિક ટિમ ત્યાં 15 જૂને કેમ પહોંચી?” તો બીજી એક ટ્વીટમાં તેને લખ્યું છે: “શું શબના પરીક્ષણ દરમિયાન શરીરની અંદર કોઈ ઝેરીલો પદાર્થ હોવાનું પરિણામ મળ્યું છે ? શું સીસીટીવી ફૂટેજ ને તપાસવામાં આવી અને જોવા મળ્યું છે કે ઘરમાં કોઈ નથી ઘુસ્યું? પોલીસ એને આત્મહત્યા કેવી રીતે જાહેર કરી શકે, જયારે ત્યાં કોઈ સુસાઇટ નોટ મળી જ નથી.”

રૂપા ગાંગુલી દ્વાર સુશાંત માટે કરવામાં આવેલા આ બધા જ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.