ખબર

મહાભારત: બહુ જ દર્દનાક હતું દ્રૌપદીના ચીરહરણની સિક્વન્સ, બહુ જ રડી હતી રૂપા ગાંગુલી

હાલ  લોકડાઉનને કારણે દૂરદર્શન પર ફરી મહાભારત સિરિયલ દેખાડવામાં આવી  રહી છે. મહાભારતમાં  ભીષ્મ પિતામહ,  કર્ણ, શકુનીમામા, દુર્યોધન ઘણા એવા કલાકારો છે જેને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ પૈકી એક નામ છે રૂપા ગાંગુલી.

હાલ દુરદર્શન પર બી.આર. ચોપરાની મહાભારત સિરિયલમાં દ્રૌપદીનું ચીર હરણ બતાવવામાં આવ્યું હતું. ચોપરા સર આ સીનને લઈને ઘણા સિરિયસ હતા. આ સીનને મહાભારતની આધારશિલા માનવામાં આવે છે.

આ સીનને કારણે જ મહાભારત થયું હતું. ચીર હરણ દરમિયાન દ્રૌપદીએ મદદ માટે બોલાવવાનું ચાલુ કરી દઈ અને રડવા લાગી હતી. પરંતુ શું તમને ખબર છે કે, દ્રૌપદીનો રોલ નિભાવનારી એક્ટ્રેસ રૂપા ગાંગુલી સાચે જ રડવા લાગી હતી.

Image source

મહાભારતમાં દ્રૌપદીનો લીડ રોલ હતો. બી. આર. ચોપરાએ સમજાવ્યું હતું કે, દ્રૌપદીની ચીરહરણ હોત  મહાભારત સર્જાયું જ ના હોત. આ બધું મહાભારત દરમિયાન જ થયું હતું તેથી આ ચીરહરણ જરૂરી હતું.

રૂપા ગાંગુલીએ એટલે કે દ્રૌપદીને શૂટ પહેલા ચીર હરણનો સીન સારી રીતે સમજાવી દીધો હતો. પરંતુ શૂટ શરૂ થયો અને ડાયલોગ બોલવાનું શરૂ થયું ત્યારે તે રડવા લાગી હતી. અડધા કલાક બાદ તે ચૂપ થઇ ગઈ હતી. બાદમાં ફરીથી શૂટ શરૂ કરવામાં આવ્યું હતું.

Image Source

ચીરહરણના સીનનો આ શૂટનો હિસ્સો પણ ઘણો દિલચસ્પ છે. આ સીન માટે 20 મીટરની સ્પેશિયલ સાડીનો ઓર્ડર પણ કર્યો હતો. ‘મહાભારત’ના એક મેકિંગ વીડિયોમાં ડાયરેક્ટર રવિ ચોપરાએ આ ચીરહરણના સીન વિષે જણાવ્યું હતું.

Image source

રૂપા ગાંગુલીએ શૂટ દરમિયાન ફક્ત 6 મીટરની સાડી પહેરી હતી, પરંતુ ચીર હરણ ખાતે ‘મહાભારત’માં તેણે પહેરેલી સાડી વિશેષઇફેક્ટથી તૈયાર કરવામાં આવી હતી. આ માટે સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથે તૈયાર કરેલી સાડી એક ફ્રેમમાં શૂટ કરવામાં આવી હતી અને બીજી ફ્રેમમાં દ્રૌપદી.

Image Source

મેકર્સે રૂપા ગાંગુલીને કહ્યું હતું કે જ્યારે કોઈ સ્ત્રીને તેના વાળથી સભામાં ખેંચવામાં આવે છે અને હરણ કરવામાં આવે તેવા મૂડ સાથે જ જજો. રૂપાએ તેની તૈયારી કરી લીધી હતી અને સિક્વન્સ શૂટ કરતી વખતે તે ખૂબ જ ભાવનાશીલ બની ગઈ હતી.

Image source

આ સીન એટલો દમદાર હતો કે, એક જ વારમાં શૂટ કરી લીધો હતો. મેકર્સે જણાવ્યું હતું કે, દ્રૌપદી ચીર હરણ સીન એટલો દર્દનાક હતો કે, રૂપા ગાંગુલી રડવા લાગી હતી. રૂપા ગાંગુલી સેટ પર એટલી રડી હતી કે, મેક્સ અને બીજા સ્ટાર કાસ્ટને તેને ચૂપ કરાવવામાં અડધો કલાક લાગી ગયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.