વેલેન્ટાઈન ડે મનાવવા માટે સૌથી રોમેન્ટિક છે ભારતની આ જગ્યા, એકવાર જરૂર લો મુલાકાત

પ્રેમી પંખીડા માટે જન્નત છે આ સ્થળ

એક તો શિયાળો અને બીજુ વેલેન્ટાઈન ડે એટલે કપલ અને પ્રેમી પંખીડા માટે ફરવા જવા માટેની ડબલ મજા. દરેક લવ બર્ડ્સ વેલેન્ટાઈન દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં તમે પણ વેલેન્ટાઈન દિવસે કોઈ સારા ડેસ્ટિનેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આજે અમે તમને એક સરસ જગ્યા વિશે જણાવીશું, જ્યાં જઈને તમે રોમોન્ટિક પળો માણી શકો છો.

આ સ્થળનું નામ છે ઉટી. ઉટી દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં નિલગિરી પર્વતો પર આવેલુ રમણીય સ્થળ છે. દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. કદાચ તમને ખબર નહીં હોય કે ઉટીનું પૂરુ નામ ઉદગમંડલમ છે. ઉટી કોઈમ્બતુરથી ઉત્તરે 86 અને મૈસૂરથી 128 કિમી દક્ષિણે સ્થિત છે. જો તમે પણ આ વર્ષે તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈનના દિવસે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમે ઉટી જઈ શકો છો.

હવે જો તમે ઉઠી જાવ છો તો અહીં ઉટી ઝીલની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. અહીં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. વર્ષ 1825માં બનાવવામાં આવેલી આ ઝીલ 2.5 કિમી લાંબી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એટલી સુંદર જગ્યા છે કે અહીં ઘણા ફિલ્મોનું શૂટિંગ પણ થયેલું છે.

આ ઉપરાંત 8,606 ફૂટ પર આવેલ  ડોડ્ડાબેટ્ટા શિખર પર ફરવા માટે સારી જગ્યા છે. ઉટીથી 10 કિમીના અંતરે આવેલ આ શિખર રમણીય સ્થળોમાનું એક છે. જે પણ લોકો ઉટી આવે છે તે આ જગ્યાની મુલાકાત લીધા વિના રહેતા નથી.

ઉટીમાં કામરાજ સાગર ઝીલ પણ આવેલી છે અને આ ઉટી શહેરમાં બસ સ્ટેશનથી માત્ર 10 કિમીના અંતરે જ સ્થિત છે. ગાઢ જંગલોથી ઘેરાયેલી આ કામરાજ ઝીલ દરેક વ્યક્તિને પોતાની તરફ ખેંચે છે. આ સ્થળે સમય વિતાવવાથી તમારો થાક ઉતરી જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે.

તો બીજી તરફ 1844માં બનેલો ફર્નહિલ પેલેસ દરેકને પોતાની તરફ ખેંચે છે. આ પેલેસને મૈસૂરના રાજાનો ગ્રીષ્મકાલીન બંગલો હતો. તેઓ હંમેશા અહીં સમય પસાર કરવા માટે આવતા હતા. તેની ભવ્યતા એટલી બધી સુંદર છે કે દરેક લોકોને અહીં રહેવાનું મન થઈ જાય છે.

આ ઉપરાંત ગુડાલૂરથી 8 કિમીના અંતરે આવેલ સૂઈ રોક વ્યૂ પોઈન્ટ પણ એક સુંદર જગ્યા છે. ગૂડાલુર ઉટીથી અંદાજે 51 કિમી દૂર છે, આ જગ્યા ટ્રેકિંગ કરવા માટે પણ બેસ્ટ છે. તેનો આકાર સૂઈ જેવો હોવાથી તેને સૂઈ વ્યૂ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીં મોટી સંખ્યાં લોકો એડવેન્ચરની મજા લેવા આવે છે.

YC