ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કર્યો એકદમ જોરદાર ખર્ચો, પણ છેલ્લી ઘડીએ થયુ એવું કે….વીડિયો જોઇ તમારી પણ હસી છૂટી જશે

સમુદ્ર કિનારે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો, ત્યારે જ થયુ એવું કે મદદ માટે લોકો બોલાવવા પડ્યા ! જુઓ વીડિયો

લગ્નનું પ્રપોઝલ ખૂબ જ ખાસ હોય છે, આ માટે છોકરો હાથમાં વીંટી લઇ ઘૂંટણ પર બેસી પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે. છોકરાઓ લગ્નના પ્રપોઝલ માટે ખાસ જગ્યા પસંદ કરે છે. જેમ કે બીચ પર, એફિલ ટાવર સામે અથવા તો કોઇ ખાસ જગ્યાએ. હાલમાં જ પ્રેમી પંખીડાઓએ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે વ્યક્તિ પોતાના સ્પેશિયલ પાર્ટનર માટે કંઈક એવું કરવા માંગે છે, જેથી તે તેને ઈમ્પ્રેસ કરી શકે. આ દિવસ પ્રેમ વ્યક્ત કરવા માટે યોગ્ય છે.

આવી સ્થિતિમાં એક વ્યક્તિએ આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તેની ગર્લફ્રેન્ડને બીચ પર લગ્ન માટે પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો, પરંતુ તેની સાથે કંઈક એવું બન્યું કે હવે લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે રોમેન્ટિક બીચ સેટિંગમાં આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરે છે, પરંતુ તેનો પ્લાન પર રેતી ફરી જાય છે.

સિડનીના કોગી બીચને રેડ કાર્પેટ અને મીણબત્તીઓથી સજાવીને આ વ્યક્તિએ સંપૂર્ણપણે રોમેન્ટિક વાતાવરણ બનાવ્યું અને મેરી મીનું સાઈન બોર્ડ લગાવ્યું. વીડિયોમાં આ વ્યક્તિ ઘૂંટણ પર બેસીને તેની ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવીને પ્રપોઝ કરતો જોઈ શકાય છે. પરંતુ કદાચ આ વ્યક્તિ વીંટી બનાવતા પહેલા તેની ગર્લફ્રેન્ડની આંગળીનું માપ લેવાનું ભૂલી ગયો હતો. આવી સ્થિતિમાં વીંટી રેતીમાં પડી ગઇ અને રેતીના કારણે બિચારા પ્રેમીનો પ્લાન બરબાદ થઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by SAI. (@wasaibi.xo)

આ વીડિયોને જોઈને લોકો સોશિયલ મીડિયા પર રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- હા હા, આ યાદ રહેશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ સારો સંકેત નથી, સમજો ભાઈ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ ખૂબ જ રમુજી ઘટના છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @wasaibi.xo દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – મારા મંગેતર તરફથી એક સલાહ. તમારા પાર્ટનરને ક્યારેય રેતી પર ઢીલી વીંટી સાથે પ્રપોઝ ન કરો.

Shah Jina