ખબર

આ દેશના વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા ભરવો પડયો આટલા હજારનો દંડ

શું તમે કયારે પણ સાંભળ્યું છે કે, દેશના પ્રધાનમંત્રી સાહેબ તેના દ્વારા બનાવવામાં આવેલા નિયમો તોડતા દંડ ભરવો પડયો હોય ? બની શકે આવું કયારે પણ સાંભળ્યું ના હોય.પરંતુ આજે તમે સાંભળશો. આ મામલો રોમાનિયામાં સામે આવ્યો છે. રોમાનિયાના પ્રધાનમંત્રી લુડોવિક ઓરબાનને એક નિયમ તોડવા પર 600 ડોલરનો દંડ ભરવો પડ્યો છે.

Image Source

પીએમની સ્મોકિંગ કરતી વખતે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી. આ તસ્વીરમાં પણ લુડોવિક ઓર્બન સોશિયલ ડિસ્ટેંસીન્ગનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. તે મંત્રીઓ વચ્ચે બેઠા હતા. એટલું જ નહીં, તે એક સરકારી બિલ્ડિંગમાં ધૂમ્રપાન કરતા હતા. જ્યાં લોકો પણ તેમની સાથે હાજર હતા.

Image source

વડા પ્રધાને પણ આ દરમિયાન તેમના ચહેરા પર માસ્ક પણ પહેર્યું ના હતું. જણાવી દઈએ કે, રોમાનિયામાં કોરોના વાયરસ પછીથી ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. અગાઉ રોમાનિયાના વડા પ્રધાન લુડોવિક ઓર્બનનો જન્મદિવસ હતો. જેમાં લોકો અભિનંદન આપવા માટે આવ્યા હતા. ત્યાં આ નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ બધા નિયમો તોડતા વડાપ્રધાનને 600 ડોલર એટલે કેમ ભારતના 45 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.