“બીજા દેશના લોકો સાથે બોર્ડર ઉપર સારો વ્યવહાર થાય છે પરંતુ અમારી સાથે દુર્વ્યવહાર કેમ ? બોર્ડર પાર કરી રહેલા વિધાર્થીએ જણાવી આપવીતી, જુઓ વીડિયો

ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભારત સરકારે તેના સર્વોચ્ચ મંત્રીઓ-અધિકારીઓને જવાબદારી સોંપી છે અને વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે બહાર લઈ જવા જણાવ્યું છે. પરંતુ અચાનક યુક્રેનમાં ફસાયેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બચાવવાનું અત્યંત મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમના માટે પૂરતી વ્યવસ્થા નથી. તેમને સરહદ પાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમની પાસે ખાદ્યપદાર્થો પણ ખતમ થઈ ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા ગેરવર્તણૂકની ફરિયાદ પણ કરી છે. વિદ્યાર્થીઓએ તેમને વહેલી તકે બહાર કાઢવા માટે સરકારની મદદની માંગ કરી છે અને આ માટે દૂતાવાસના અધિકારીઓને અપીલ કરી છે, પરંતુ હજુ સુધી તેમને મદદની કોઈ ખાતરી મળી નથી.

ત્યારે હાલમાં એક વિધાર્થીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની આપવીતી જણાવતો જોવા મળે છે. તે જણાવી રહ્યો છે કે, “અમને નોટિફિકેશન આવ્યું હતું એમ્બેસીમાંથી કે તમે કમસે કમ બોર્ડર સુધી પહોંચી જાવ, ચાર બોર્ડર અમને કહેવામાં આવ્યું હતું, રોમાનિયન, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા અને રોમાનિયન બોર્ડરને પસંદ કરી.”

તે આગળ જણાવે છે કે, “ત્યાં પહોંચવા માટે અમને કોઈ બસ નહોતી મળી રહી, કોઈ સાધન નહોતું મળી રહ્યું છતાં પણ અમે ગમે તેમ કરીને બોર્ડર સુધી પહોંચ્યા. અમે અહીંયા આવ્યા પહેલા અમને 8 કિલોમીટર દૂર ઉતારવામાં આવ્યા અને ચાલીને અમે બોર્ડર પહોંચ્યા રત્ન 2 વાગે.”

આ યુવક આગળ એમ પણ કહી રહ્યો છે કે, “અહીંયા પહોંચ્યા ત્યારે ખુબ જ મુશ્કેલ હતું, બીજા દેશના લોકોને ઈજ્જતથી લઈને જઈ રહ્યા હતા, ફક્ત ઇન્ડિયન સિવાય. અમને ખબર નથી કેમ એવું આ લોકો કરી રહ્યા છે ? પરંતુ બહુ જ ગંદો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અહીંયા ઠંડી પણ ખુબ જ છે અને ના બીજી કોઈ વ્યવસ્થા છે. તે વીડિયોમાં એમ પણ જણાવે છે કે અમે ખુબ જ દુઃખી છીએ ભારતીય સરકારથી. અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે અમારી સરકાર અમારી સાથે આવું કરી રહી છે.”

Niraj Patel