જામનગરમાં મારી દિકરી છે એમ કહી વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયો પછી હાથ ફેરવીને…જુઓ PHOTOS
ગુજરાતમાંથી ઘણીવાર સંબંધોને કલંકિત કરતા કિસ્સા સામે આવતા હોય છે, અથવા તો સગીરા પર અત્યાચાર અને દુષ્કર્મ કર્યાના કિસ્સાઓ પણ સતત સામે આવતા રહેતા હોય છે ત્યારે હાલ એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમારા હોંશ ઉડી જશે. ગુજરાતના જામનગરના એક સગીરા પર તેના પિતાની ઉંમરના 55 વર્ષિય આધેડે અડપલા કર્યા અને અવાર નવાર તેની પર દુષ્કર્મ આચર્યુ. આ બાબતે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલિસે આ બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં સામે આવ્યુ છે કે, આ આધેડે લાખોટા તળાવ પર સગીરાને લઇ જઇ જાહેરમાં અડપલા કર્યા હતા અને તે બાદ તેની પર અવાર નવાર દુષ્કર્મ પણ ગુજાર્યુ હતુ.
આ ખુલાસો થતા જ પોલિસ દ્વારા પિતાની ફરિયાદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપી આધેડ આંબલિયા લાખોટા તળાવ પર સગીરા સાથે અડપલા કરી રહ્યો હતો ત્યારે જ એક સિક્યોરિટીનું ધ્યાન ગયુુ હતુ અને તે બાદ પોલિસને જાણ કરવામાં આવી હતી. પોલિસે આ બાબતે પૂછપરછ હાથ ધરી હતી અને તે બાદ આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતા પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાખોટા તળાવમાં એક આધેડ પિતાની ઓળખ આપી એક 12-15 વર્ષની સગીરા સાથે આવ્યો હતો. તે બાદ અહીં તેની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. અને તે બંને કયાંક ખૂણામાં બેસવા જઇ રહ્યા હતા અને તે બાદ તેમણે જે પણ હરકત કરી તે સીસીટીવી ફુટેજમાં રેકોર્ડ થઇ ગઇ અને સગીરા કોઇ ખોટા હાથમાં ના ફસાય તે માટે સિક્યોરિટી સ્ટાફ દ્વારા પોલિસને બોલાવવામાં આવી અને તે બાદ આ આધેડની હરકતો કહેવામાં આવી. સમાજની શરમ નેવે મૂકી આ આધેડે સગીરા સાથે અડપલા કર્યા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે તે આધેડના મોઢા પર શરમ હતી.