ચાલુ બાઈક પર રોમાન્સ કરવો કપલને પડ્યો ભારે, ટાંકી પર ઉંધી બેસીને યુવતીએ યુવકને કરી કિસ, પોલીસે ફટકાર્યું આટલા હજારનું ચલણ, જુઓ વીડિયો

ચાલુ બાઈક પર ઉંધી ફરીને ટાંકી પર બેઠી યુવતી, બાઈક ચલાવી રહેલા યુવકને ટાઈટ પકડીને કર્યું ચુંબન, કોઈએ પાછળથી બનાવ્યો વીડિયો અને વાયરલ થતા જ હવે થયા આવા હાલ, જુઓ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Romance on a running bike : સોશિયલ મીડિયામા રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણીવાર કેટલીક ચોંકવનારી ઘટનાઓ પણ સામે આવે છે. જેમાં રસ્તા વચ્ચે જ કેટલાક લોકો એવી હરકતો કરતા હોય છે જેને જોઈને લોકો પણ ગુસ્સે ભરાઈ જતા હોય છે. ઘણીવાર કેટલાક બાઈક સવાર સ્ટન્ટ કરતા હોય છે અને પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મુકતા હોય છે, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કપલ ચાલુ બાઈક પર રોમાન્સ કરી રહ્યું હતું.

ચાલુ બાઈક પર રોમાન્સ :

વાયરલ થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં બોયફ્રેન્ડ બાઇક ચલાવી રહ્યો છે અને યુવતી તેની સામે બેઠી છે અને રાઈડ દરમિયાન તેના પાર્ટનરને એકદમ ટાઈટ ગળે લગાવે છે. આ કપલે હેલ્મેટ પણ પહેર્યા ન હોવાથી માર્ગ સુરક્ષાના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. ઘણા યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે અને ટ્રાફિક પોલીસને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના હાપુરના નેશનલ હાઈવે 9 પર બની હતી જે સિંભોલી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. ઘણા યુઝર્સે તેમના બેજવાબદાર અને અશ્લીલ વર્તન માટે બંનેની ટીકા કરી હતી.

પોલીસે ફટકાર્યો દંડ :

વીડિયો પર પ્રતિક્રિયા આપતા હાપુર પોલીસે દંપતી પર ભારે દંડ ફટકાર્યો હતો. બાઇક ચાલકને મોટર વ્હીકલ એક્ટ હેઠળ રૂ.8,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાપુર પોલીસે લખ્યું હતું હાપુરપોલીસે તાત્કાલિક નોંધ લીધી અને એમવી એક્ટ હેઠળ આ બાઇક પર રૂ. 8000નું ચલણ જારી કર્યું અને આગોતરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ વીડિયો પણ હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પહેલા પણ સામે આવી છે આવી ઘટના :

આવો જ એક વીડિયો થોડા મહિના પહેલા સામે આવ્યો હતો, જેમાં એક કપલ દિલ્હીમાં બાઇક પર રોમાન્સ કરતા જોવા મળ્યું હતું. ટ્રાફિક પોલીસે આ ઘટનાની નોંધ લીધી અને કહ્યું કે દોષિતો વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ દંપતી સામે હેલ્મેટ અને લાયસન્સ વિના ડ્રાઇવિંગ તેમજ જોખમી ડ્રાઇવિંગ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર કુલ 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel