ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનય નિભાવનારી આ દિગ્ગજ અભિનેત્રીના પતિ બન્યા હતા ગાંધીનગરના મેયર

ગુજરાતની સૌથી ફેમસ અભિનેત્રી રોમા માણેકના પતિ બન્યા મેયર, જુઓ પહેલા અને પછીની તસવીરો

ગુજરાતના પાટનાગર ગાંધીનગરમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાં ભાજપ  બહુમતી સાથે વિજય જાહેર  થયું. જેના બાદ સૌની નજર એ વાત ઉપર ટકેલી હતી કે ગાંધીનગરના મેયર તરીકે કોણ  જોવા મળશે, ત્યારે હવે લોકોની આ ઇંતજારીનો પણ અંત આવી ગયો છે અને ગાંધીનગરને એક નવા મેયર મળી ગયા છે.

ગાંધીનગરના નવા મેયર તરીકે બહુમતીથી હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. હિતેશ મકવાણા ગુજરાતી ફિલ્મોની દમદાર અભિનેત્રી રોમા માણેકના પતિ છે, રોમા માણેકે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના અભિનયથી ગુજરાતના ઘર ઘરમાં પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી હતી.

વોર્ડ નંબર 8 ના વિજેતા એવા ઉમેદવાર હિતેશ મકવાણાને ભાજપના તમામ મત મળ્યા છે. જેના કારણે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર પણ છે સાથે જ ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ પણ છે. તો પ્રેમલસિંહ ગોલ ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.

ગત રોજ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. અગાઉ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારો પર મહોર લગાવવામાં આવી હતી. જેની જાહેરાત ગત રોજ કરવામાં આવી છે. આવામાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની પસંદગી કરાય તેવી સંભાવના હતી.

ગાંધીનગરને પ્રથમ અઢી વર્ષ અનુસુચિત જાતિમાંથી આવતા મેયર મળ્યા છે. જેમાં હિતેષ મકવાણા અને ભરત દિક્ષિતનુ નામ મેયર પદ માટે મોખરે હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ઉમેદવારને સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે. જેમા જશુ પટેલ અને મહેન્દ્ર દાસનુ નામ મોખરે છે.

44 બેઠકોવાળી ગાંધીનગર મનપામાં ભાજપના 41 સભ્યો છે. પહેલીવાર સ્પષ્ટ બહુમતિ સાથે ગાંધીનગરમાં ભાજપનું બોર્ડ બન્યું છે. ભાજપ તરફથી નવા મેયર તરીકે હિતેષ મકવાણાનું નામ મુકવામાં આવ્યું હતું. જેમના નામને મંજૂરી મળી ગઈ છે. આ સાથે તેમના નામની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. અઢી વર્ષ માટે હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર રહેશે.

ગુજરાતી ચલચિત્રની એક સમયની ખ્યાતનામ અભિનેત્રી રોમા માણેક તેના અભિનયના કારણે ગુજરાતના દરેક ઘરમાં જાણીતી બની હતી. રોમા માણેકે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને સાથે જ તેના અભિનયના પણ લોકો કાયલ હતા.

રોમા માણેક “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” અને “ઉંચી મેડીના ઊંચા મોલ” જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં રોમા માણેકે ‘રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થઈ ગયેલી લાખો લોકોના દીલ પર સ્થાન મેળવ્યું હતું.

‘દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી હતી. છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક રૂપેરી પડદાથી દૂર છે. હાલ રોમા માણેક પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

રોમા માણેકે 90ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ સામેલ છે.

જણાવી દઈએ કે, 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હોય રોમા માણેક પર પસંદગી ઉતારી હતી. ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક હિટ્સ ફિલ્મ આપી હતી. જેમાં ‘ઉચી મેડીના ઊંચા મોલ‘, ‘દેશ રે જોયા દાદા પરદેશ’ જોયા વગેરે સામેલ છે.

Niraj Patel