શું ખરેખર દુબઇ બેસ્ટ શહેર છે ? વ્યક્તિએ Rolls Royceની ચાવી ગાડીની ઉપર છોડી દીધી, પછી જ્યારે આવ્યો તો…

છોકરાએ Rolls Royce સાથે દુબઇમાં કર્યો એવો પ્રયોગ કે લોકો બોલ્યા- નાઇજીરિયામાં ભૂલથી પણ ના કરતા

Man Leaves Rolls Royce With Key : લોકોનું બાઇક, સ્કૂટર અથવા તો કાર ચોર ચાવી વિના જ લઈ જાય છે, તો કલ્પના કરો કે તમે તમારી કાર તેની ચાવી સાથે જ છોડી દીધી છે તો શું થશે ? જ્યારે ચાવી વગર પાર્ક કરેલ વાહનને ચાલાક ચોર લઇ જાય છે તો જો તમે કરોડોની કિંમતની તમારી કાર ચાવી સાથે જ પાર્ક કરી છે અને એ પણ રસ્તા પર તો…? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની રોલ્સ રોયસ કારને રસ્તાના કિનારે ચાવી સાથે જ છોડી દે છે અને જિમ જાય છે.

પણ સાંજે જ્યારે તે જીમમાંથી બહાર આવે છે ત્યારે તેની કાર ત્યાં સલામત રીતે ઊભી હોય છે. હવે તમે વિચારતા હશો કે એવું તો કયુ શહેર છે જ્યાંના લોકો આટલા પ્રમાણિક નીકળ્યા. સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અયમાન અલ યમનના આ પ્રયોગને જોઈને લોકો દંગ રહી ગયા. નવાઈની વાત એ છે કે તે કારની ચાવીને કોઈએ હાથ પણ લગાવ્યો નહિ. 7 કરોડથી વધુની કિંમતની રોલ્સ રોયસના માલિકનો દાવો છે કે તેની ચાવી તેની જગ્યાએથી ખસી નહોતી.

તમે વિચારતા હશો કે આ કઈ જગ્યા છે જ્યાં લોકો આટલા પ્રમાણિક છે, તો જણાવી દઇએ કે આ વીડિયો દુબઈનો જણાવવામાં આવી રહ્યો છે. દુબઈના રહેવાસી અયમાન અલ યમન પોતાની મોંઘી એસયુવીને વ્યસ્ત રોડ પર છોડીને ગયો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અયમનના ઈન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. અયમાન આ પહેલા પણ પોતાના ઘણા વીડિયો દ્વારા લોકોની સામે આવી ચૂક્યો છે.

આ વીડિયોમાં કેમેરા સામે જોઈને અયમાને કહ્યું કે દુબઈ દુનિયાનું સૌથી સારું શહેર છે. જો કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. દુબઈમાં રોલ્સ રોયસ કુલીનન મોડલની કારની કિંમત લગભગ 3 કરોડ દિરહમ છે. ભારતીય ચલણ પ્રમાણે તેની કિંમત 7 કરોડ 2 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં અયમાનનો વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે, કેટલાક લોકોને આ વીડિયોની સત્યતા પર શંકા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayman Al Yaman (@ayman_yaman)

અયમાનના વીડિયો પર કેટલાક ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યુ- આગલી વખતે એક નાની કાર રસ્તા પર રાખો. રોલ્સ રોયસ દરેકની મનપસંદ કાર ન હોઈ શકે!” અન્ય એકે લખ્યુ, “નાઇજીરીયામાં આવું ક્યારેય ન કરો. નહીં તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે. ત્યાં બીજા યુઝરે કમેન્ટ કરી કે, પેરિસમાં ટ્રાય કરો…કાર સાથે તમને પણ લઈ જશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતમાં તમને તમારી કાર Olx પર મળશે.

Shah Jina