જ્યારે એક માતા પિતા માટે બાળકોના ઉછેર કરવાની વાત આવે ત્યારે ઘણા બૉલીવુડ કિરદારો પણ ઘણા પ્રકારે સામાન્ય માતા-પિતાની જેમ જ હોય છે. વ્યસ્ત જીવનશૈલીને લીધે તેઓને પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે મદદની એટલી જ જરૂરિયાત હોય છે જેટલી સામાન્ય માતા-પિતાને હોય છે.

બૉલીવુડના મોટાભાગના કિરદારો પોતાના બાળકોના ઉછેર અને ધ્યાન રાખવા માટે નૈની રાખે છે અને કિરદારોના બાળકો મોટાભાગે નૈની સાથે વધારે જોવા મળે છે. તેમાંના સૌથી વધારે ચર્ચિત છે તૈમુર અલી ખાન. જણાવી દઈએ કે તૈમુર માટે પુરા સમય રહેનારી નૈનીને લાખો રૂપિયા પગાર સ્વરૂપે આપવામાં આવે છે.

અમુક સમય પહેલા જ જ્યારે કરીના કપૂરને પૂછવામાં આવ્યું હતું કે શું તે તૈમુરની નૈનીને 1.5 લાખ રૂપિયા પગાર આપે છે? તેના પર કરીનાએ સ્માર્ટ રીતે જવાબ આપતા કહ્યું કે, “સાચે! શું વાસ્તવમાં આવું છે, પણ હું ખર્ચાઓ પર વધારે ચર્ચા નથી કરતી.”

જણાવી દઈએ કે આ નૈની કોઈ સામાન્ય મહિલા નથી હોતી. તેને બાળકોની પ્રાઇવેસીનું પૂરું ધ્યાન રાખવું, સૌથી અલગ રહેવું, પ્રોફેશનલ રીતે રહેવું, બાળકોનું પૂરું ધ્યાન રાખવું વગેરે જેવા ગુણ તેમનામાં હોવા જોઈએ. એવામાં આ નૈનીને કોઈ સેલેબ્સથી ઓછા ન આંકી શકાય. તેની પ્રોફાઈલ સારી હોય તેના માટે તેઓને પણ ઘણું બધું કરવું પડે છે. તૈમુરની નૈની સાવિત્રી પણ આ બધા જ ગુણ ધરાવે છે માટે જ તો તેને દોઢ લાખ પગાર આપવામાં આવે છે.

આગળના ડિસેમ્બર મહિનામાં તૈમુર 3 વર્ષનો થઇ ચુક્યો છે. તૈમુરની નૈની હંમેશા બોડીગાર્ડની જેમ તેની સાથે રહે છે અને તેની દરેક જરૂરિયાતોને પુરી કરે છે.

રિપોર્ટના આધારે નૈની તૈમુરની સાથે વેકેશન પર પણ જાય છે અને તૈમુરને બહાર લઇ જવા માટે તેને ગાડી પણ આપવામાં આવેલી છે. જો કે નૈનીનો પગાર 1.5 લાખ રૂપિયા છે પણ જો તે અલગથી સમય આપે તો તેનો પગાર 1.75 લાખ સુધી પણ જાય છે એટલે કે નૈનીના ઓવરટાઇમની ફી 1.75 લાખ રૂપિયા છે.

જો કે કરીના કપૂર પહેલા પણ આ સવાલ પર કહી ચુકી છે કે બાળકોની ખુશી અને તેની સુરક્ષાથી વધારે કોઈ કિમંત નથી હોતી. બાળક ખુશ અને સુરક્ષિત હાથોમાં હોવું જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ