હનુમાન દાદા આજે પણ અજર અમ્ર છે. આપણા દેશમાં ઘણી જગ્યાએ હનુમાનજીના મંદિરો આવેલા છે અને દરેક મંદિર એક આગવો ઇતિહાસ ધરાવે છે. હનુમાન દાદા ક્સ્થળોને દૂર કરે છે માટે તેમને કાશતપભંજન હનુમાનદાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ હનુમાનજીના સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થવાના પરચાઓ પણ છે અને ત્યાં હનુમાનજીના મંદિર પણ આવેલા છે. એવું જ એક મંદિર છે રોકડીયા હનુમાનનું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુંદાસ ગામમાં સ્વયંભૂ હનુમાનજી તરીકે રોકડીયા હનુમાનજી બિરાજે છે. આ સ્થાન ઉપર હનુમાનજી સાક્ષાત બિરાજતા હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીના આ મંદિરનું નામ રોકડીયા પાડવા પાછળ પણ એક ઇતિહાસ છે, ભક્તો એમ માને છે કે અહીંયા દર્શને આવનાર ભક્તો ઉપર હનુમાનજીની કૃપા રોકડી એટલે કે તાત્કાલિક જ મળે છે જેના કારણે તેમને રોકડીયા હનુમાનજી કહેવામાં આવે છે.

ભકતોનું એમ પણ માનવું છે કે કોઈ એકવાર સાચી શ્રદ્ધાથી હનુમાનજીના દર્શન કરી લે તો ક્યારેય તેમને કોઈ વાતની તકલીફ રહેતી નથી. રોકડૈયા હનુમાનજીનું આ મંદિર 250 વર્ષ જૂનું છે. આ ગામમાં વડનું એક ઘટાદાર વૃક્ષ છે જેની અંદર વૃક્ષના થાળમાં જ સ્વયભૂ હનુમાનજી બિરાજેલા છે. આ જગ્યાએથી હનુમાનજીના ઘણા પરચાઓ પણ ભક્તોને મળ્યા છે. પહેલાના સમયમાં આ સ્થળે ગીચ જંગલ હતું. પરંતુ આજે આ સ્થાન ભક્તોની સાચી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

લોકવાયકા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે રોકડીયા હનુમાનજીના દર્શન કરવા માટે મરાઠાના વીર શિવાજી પણ આવ્યા હતા અને અહીંયા રાત્રી રોકાણ કર્યું હતું. શનિવાર અને મંગળવારના દિવસે અહીંયા ભક્તોની ભારે ભીડ જામે છે તેમજ હનુમાન જયંતીનો તહેવાર પણ આ સ્થાન ઉપર ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.