રોજ સવારે ફક્ત 1 મુઠ્ઠી પલાળેલા ચણા ખાવ અને ફાયદો મેળવો જીવનભર, 90% લોકોને આ માહિતી ખબર નથી- વાંચો આર્ટિકલ

0
Advertisement

મિત્રો તમે ફણગાવેલા કઠોળ ખાતા જ હશો, પરંતુ આ કઠોળને તમે બાફીને ખાવો છો. પણ શું તમને ખબર છે કે આ બધા કઠોળને પલાળીને ખાવા થી જે લાભ થાય છે તે જાણી ને તમને આશ્ચર્ય થશે. આ પલાળેલા કઠોળમાં વિભિન્ન પ્રકારના વિટામિન, પ્રોટીન, ખનીજ મળે છે. જે શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ મદદ કરે છે. આવું જ એક કઠોળ છે ચણા.

દેશી ચણા ન્યુટ્રિએટ્સની બાબતમાં બદામ જેવા મોઘા ડ્રાયફ્રુટથી પણ વધુ ફાયદાકારક છે. પલાળેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, મિનરલ અને વિટામિન વિપુલ માત્રામાં હોય છે. જે અનેક પ્રકાર ની બીમારી માથી બચાવ ની સાથે સાથે તંદુરસ્ત રહેવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે તો દરેક માટે ચણા લાભદાયી છે. પરંતુ પુરુષોએ વધુ ખાવા જોઈએ. દરરોજ 50 થી 60  ખાવવાથી અઢળક ફાયદા થાય છે.ચણા આર્યનન એક સ્ત્રોત છે. છનનન સેવનથી એનિમિયાની સમસ્યા નથી થતી. તેથી ડોકટરો પણ બાળકોને રક્તની ખામી, પ્રેગ્નેન્ટ મહિલા અને બ્રેસ્ટફીડિંગ મહિલાઓને ચણા ખાવાની સલાહ આપે છે.

Image Source

ચણામાં લગભગ 28 ટકા ફોસ્ફોરસ હોય છે. ચણા શરીરમાં હીમોગ્લોબિનની માત્રાને ઘટાડીને કિડનીમાં રહેલા કચરાને સાફ કરે છે.

ચણા ખાવાની સાચી રીત

પહેલા મુઠ્ઠી ભરીને ચણા લો. તેને સાફ કરો, પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને ચણા પૂરી રીતે ડૂબી જાય એમ પલળવા દો. આખી રાત પાણીમાં પલાળવા દો. સવારે ચણાને કાઢી ને ખૂબ જ ચાવી-ચાવીને ખાવા. તમે ઈચ્છો તો ચણાના પાણી ને ગાળીને પી શકો છો. જેનાથી ફાયદો બે ગણો વધી જશે.

દરરોજ સવારે પલાળેલા ચણા ખાવાના ફાયદાઓ
કબજીયાતમાં રાહત

જેમ કે અગાઉ કહ્યું કે પલાળેલા ચણા માં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આથી તે પેટ ને સાફ કરે છે અને ડાઇજેશન ને વધારે સારું કરે છે.

Image Source

તાકાત અને એનર્જી

પલાળેલા ચણા એ તાકાત, શક્તિ અને એનર્જી નો સારો એવો સ્ત્રોત છે. નિયમિત રીતે ખાવા થી શરીર ની નબળાઈ દૂર થઈ જાય છે.
હેલ્દી સ્કીન

જો મીઠા વગર ના પલાળેલા ચણા ને ચાવી-ચાવી ને ખાવા માં આવે તો સ્કીન હેલ્દી અને ગ્લોઈંગ બને છે. ખુજલી, રૈશેજ, જેવી સ્કીન ને લગતી તકલીફ દૂર થાય છે.

વજન વધે છે

જે લોકો નું વજન વધતું નથી અથવા ઉંમર પ્રમાણે વજન ના હોય તેવા લોકો માટે ચણા ખૂબ જ લાભદાયી છે. ચણા એ બોર્ડિ માસ વધારવા માં મદદ કરે છે. આથી તેને નિયમિત રીતે દરરોજ ખાવા માં આવે તો વજન વધે છે અને મસલ્સ સ્ટ્રોંગ બને છે.

ફર્ટિલિટી વધે છે

જેમ કહ્યું તેમ ચણા માં વિભિન્ન ગુણો રહેલા છે. આથી જો દરરોજ સવારે એક મુઠ્ઠી ભરીને પલાળેલા ચણા ને મધ ની સાથે ખાવા માં આવે તો ફર્ટિલિટી વધે છે.

Image Source

સ્પર્મ કાઉન્ટ વધે છે

જો દરરોજ સવારે 1 ચમચી સાકર ની સાથે પલાળેલા ચણા મુઠ્ઠી ભરી ને ખાવા માં આવે તો શરીર ના સ્પર્મ કાઉન્ટ વધે છે.

યૂરિન પ્રોબ્લેમ

પલાળેલા ચણા ની સાથે જો ગોળ ખાવા માં આવે તો જે લોકો ને વારંવાર યૂરિન જવા ની પ્રોબ્લેમ હોય તે ઠીક થઈ જાય છે. આ ઉપરાંત પાઈલ્સ માં પણ રાહત મળે છે.

શરદી- તાવ થી બચવા માટે

પલાળેલા ચણા આપણાં શરીર ની ઇમ્યુનિટી વધારે છે. આથી પલાળેલા ચણા શરદી-તાવ જેવી બીમારીઓ થી બચવા માટે ખૂબ મદદ કરે છે.

કિડનીના રોગોથી બચાવે

વિભિન્ન ગુણો થી ભરપૂર પલાળેલા ચણા માં ફૉસ્ફરસ ની માત્રા વિપુલ રહેલી છે, જે હિમોગ્લોબિન ના લેવલ ને વધારે છે અને કિડની ની અંદર થી એક્સ્ટ્રા સોલ્ટ બહાર કાઢે છે.

Image Source

હ્રદયને તંદુરસ્ત રાખે

પલાળેલા ચણા કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે, જેના કારણે હ્રદય ને લગતી બીમારી નું જોખમ ઓછું રહે છે અને હ્રદય તંદુરસ્ત રહે છે.

શુગરને કંટ્રોલમાં રાખે

પલાળેલા ચણાને જો દરરોજ ખાવામાં આવે તો તેમાથી મેટાબોલિજ્મ ખૂબ જ તેજ થાય છે. સુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસથી પણ બચાવ થાય છે.

લોહીની ઉણપ ને દૂર કરે

ચણાએ આયર્નનો ખૂબ મોટો સ્ત્રોત છે. તે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે બ્લડ પ્યુરિફાય પણ કરે છે.

પલાળેલા ચણા માથી પાણી કાઢીને તેમાં આદું, જીરું અને મીઠું મિક્સ કરીને ખાવાથી કબજીયાત અને પેટેના દર્દમાં રાહત મળે છે.

Image Source

દેશી ચણા શરીરની અંદર ની ગંદકીને સારી રીતે સાફ કરે છે. જેનાથી ડાયાબિટીસ, એનીમિયા વગેરેની તકલીફ દૂર થાય છે. અને તાવ વગેરેમાં પણ રાહત રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here