હેલ્થ

રોજ સંચળનું પાણી પીવાથી થાય છે શરીર પર આ ચમત્કારિક ફાયદા, આજે જ ટ્રાય કરો

આયુર્વેદ અનુસાર, સંચળ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે. આ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિપ્રેશન અને પેટની તમામ તકલીફોથી છુટકારો અપાવે છે. સંચળમાં 80 પ્રકારના ખનીજો સામેલ છે, જેથી આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રાચીન સમયમાં આનો ઉપયોગ કેટલીક ઔષધિઓ બનાવવામાં થતો હતો.

Image Source

જો તમે સવારે સંચળ અને પાણી મિક્સ કરીને પીવાનું શરુ કરી દો તો તમારા સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. લોકો સુધી હજુ એ માહિતી પહોંચી જ નથી કે એ સમજણ નથી સાદા મીઠાના પ્રયોગ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે એટલે એના બદલે સંચળનો ઉપયોગ કરવો જોઈએ. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર મેળવીને પીવું. આ પીણું સ્થૂળતા, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી તમને બચાવશે. તો ચાલો જાણીએ સંચળવાળું પાણી પીવાના ફાયદાઓ –

Image Source

સંચળનું પાણી શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. તેને રોજ સવારે પીવાથી સ્થૂળતા દૂર થાય છે.

સંચળમાં રહેલું પોટેશિયમ શરીરના સ્નાયુઓને મજબૂત કરે છે, જેના કારણે શરીરના સ્નાયુઓનો દુખાવો દૂર થાય છે. સંચળમાં રહેલા ખનીજ તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

Image Source

સંચળનું પાણી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. દરરોજ સવારે સંચળનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફનું સંકટ ટળે છે.

સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવાવાળા એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયા સુધરે છે. સંચળને છાશમાં નાખીને રોજિંદા આહારમાં પણ લઇ શકાય છે. સંચળવાળી છાશ પીવાથી ગેસ માટે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે.

Image Source

સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ હોય છે જે પેટમાં બનતા ગેસની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે લાગવાની તકલીફ પણ દૂર થાય છે. આ પાણીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થશે.

સંચળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેને કારણે શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને સંચળનું પાણી પીવાથી એનિમિયાની તકલીફ દૂર થશે.

સંચળ કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે, જેને કારણે હૃદયની બીમારી થવાનું સંકટ દૂર થાય છે. જેથી રોજિંદા આહારમાં સંચાલનો સમાવેશ કરવો જોઈએ.

Image Source

સંચળમાં રહેલા તત્વો ઈન્સુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે અને ડાયાબિટીસનું સંકટ ટળે છે.

સંચળમાં વધુ માત્રામાં ખનીજ તત્વો રહેલા છે, જે વાળનો વિકાસ કરવા માટે મદદરૂપ હોય છે. જો રોજ સવારે સંચળનું પાણી પીવામાં આવે તો વાળ ખરતા ઓછા થશે અને વાળમાં ખોડો પણ દૂર થશે.

સંચળમાં રહેલા ખનીજ તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રણમાં રાખે છે. માટે જો તમે કોઈ પણ પ્રકારના માનસિક તણાવથી પસાર થઇ રહયા હોવ તો તમારે રોજિંદા આહારમાં સંચળનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તણાવ દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે.

Image Source

આ ઉપરાંત સંચળનું પાણી રોજ પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે અને ગળાનો દુખાવો હોય તો એ પણ દૂર થઇ જાય છે.

રોજ સવારે નિયમિત રીતે સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ પણ વધે છે.

Author: GujjuRocks Team (કિર્તિ જયસ્વાલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks