એવું કહેવાય છે કે જે નસીબમાં લખ્યું હોય છે એ તો થઇને જ રહે છે. સુખ-દુઃખ, અમીરી, ગરીબી, પરેશાનીઓ-સમસ્યાઓ બધું જ ભોગવવાનો વારો આવે છે. આવું જ કઈંક બન્યું એક વ્યક્તિ સાથે કે તે એક સમયે વેપારી હતો અને પછી પરિવારથી વિખૂટો પડ્યો અને તેને ગુજરાન ચલાવવા માટે ભીખ મંગાવી પડી. અને પછી એકાએક સ્ટાર પણ બની ગયો.

વાત એમ છે કે બ્રાઝિલના સાઓ પાઓલોમાં એક ભિખારી સ્ટાર બની ગયો. તેની કિસ્મત રસ્તા પરથી પસાર થતી એક મહિલાએ બદલાવી નાખી. બ્રાઝિલના રૌમૂંડો અરુડા સોર્બિન્હો વર્ષોથી રસ્તા પર ભીખ માંગીને પોતાનો ગુજારો કરતો હતો પણ તેની અંદર એક ટેલેન્ટ ભર્યું પડ્યું હતું અને તેને શાલા મોંટીએરો નામની એક મહિલાએ ઓળખી કાઢ્યું.
વાસ્તવમાં રસ્તાના કિનારે ભીખ માંગનારો રૈમૂંડો આખો દિવસ કઈકને કઈક લખ્યા કરતો હતો. પાસેના જ એક ઘરમાં રહેતી શાલા મોંટીએરો લગભગ રોજ તેની પાસેથી નીકળતી હતી અને તે જોતી કે આ ભિખારી કાગળ પર કઈક લખતો રહેતો હોય છે. એક દિવસ તેણે પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે પૂછી લીધું કે આખરે તે શું લખી રહ્યો છે.

જો કે તેણે કોઈ જ જવાબ ન આપ્યો અને મહિલાને તે કાગળ પકડાવી લીધો જેના પર તે લખી રહ્યો હતો. તેણે જોયું કે રસ્તા પર ભીખ માંગવાવાળા ભિખારી તો ખુબ જ સુંદર કવિતા લખે છે. કવિતા વાંચ્યા પછી મહિલાના આશ્ચર્યનો પાર જ ન રહ્યો. મહિલાએ તેની કવિતાને શેયર કરવાનો નિર્ણંય કર્યો. પછી તો તેણે ભિખારીના આ ટેલેન્ટને લોકો સુધી પહોંચાડ્યું.

વર્ષોથી રૈમૂંડો રસ્તા કિનારે બેસીને કવિતાઓ લખી રહ્યો હતો અને શાલા લગાતાર ઘણા દિવસો સુધી તેને મળવા માટે જતી હતી. દરેક વખત તે શાલાને એક નવી કવિતા લખીને આપતો હતો. શાલા આ કવિતાને ફેસબુક પર શેયર કરતી, જેને લોકો ખૂબ જ પસંદ કરતા હતા. લોકોને વિશ્વાસ ન આવ્યો કે એક ભિખારી આવું સરસ લખી શકે છે તો શાલા એક પેજ બનાવીને ફોટોઝ પણ અપલોડ કરવા લાગી.

જોત જોતામાં રૈમૂંડોના ઘણા ચાહકો બની ગયા અને લગભગ 1 લાખ લોકોએ આ પેજને ફોલો કર્યું. ફેસબુક પર Raimundo Arrudo Sobrinho નામનું પેજ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ થઇ ચુક્યા છે.
કરાવ્યું હતું મેકઓવર:
કવિતાઓને લીધે રૈમૂંડો ફેમસ બની ગયો તો લોકો તેને મળવા અને તેને જોવા માટે પહોંચવા લાગ્યા. તે ઘણા વર્ષોથી નહાયો પણ ન હતો. શાલાએ તેનું મેકઓવર કરાવ્યું અને તેના વાળ કપાવ્યા.

શેવિંગ અને નવા કપડા પહેર્યા પછી તેને ઓળખવું પણ મુશ્કેલ બની ગયું હતું. રૈમૂંડો એટલું લોકપ્રિય બની ગયો કે કવિતાઓને લીધે તેનો 50 વર્ષનો ખોવાયેલો ભાઈ પણ મળી ગયો. એ પછી જાણવા મળ્યું કે રૈમૂંડો એક વ્યાપારી હતો જે મિલિટ્રીની તાનશાહી દરમિયાન ઘરથી વિખૂટો પડી ગયો હતો અને પૈસાના અભાવમાં તેને ભીખ માંગવી પડી રહી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks