માં-બાપ, નાની અને બહેનની હત્યા કર્યા બાદ પુત્ર મિત્રો સાથે પાર્ટી કરવા હોટલ પહોંચ્યો, પછી થયો ધડાકો

ઘોર કળયુગ મિત્રો, આવો કેવો કપાતર દીકરો? મમ્મી પપ્પાની હત્યા કરી અને પછી બેશરમી ની તમામ હદ પાર કરી દીધી

આજ કાલનો યુવા વર્ગ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કઈ ક્હેવાય એમ નથી. ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે નાની નાની બાબતમાં આજના યુવાન દીકરાઓ ગુસ્સે ભરાઈ જતા હોય છે. તો ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે યુવાનોને કઈ કહેવા ઉપર તે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા બાળકો મોબાઈલની ગેમમાં એવા પાગલ બની જાય છે કે તેમને કઈ દેખાતું નથી, અહીંયા સુધી કે તે તેમના માતા પિતા ઉપર પણ હુમલો કરી દેતા હોય છે.

ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે મોબાઈલ અને ઓનલાઇન ગેમ માટે ટોકવાના કારણે ઘણા બાળકો તેમના વાલીઓની હત્યા પણ કરી દેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. જેમાં એક દીકરાએ પોતાના માતા પિતા, નાની અને બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ તે મિત્રો સાથે પાર્ટી કરવા ચાલ્યો ગયો હતો.

આ ઘટના હરિયાણાના રોહતકમાં બની હતી જ્યાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો. પરિવારના સભ્યોની હત્યા કરનારું બીજું કોઈ નહીં પરંતુ પરિવારનો દીકરો જ નીકળ્યો. જેને તેની માતા, પિતા, બહેન અને નાનીને મોતને ઘાટ ઉતારી દીધા. હાલ પોલીસે આરોપી દીકરા અભિષેક ઉર્ફે મોનુની ધરપકડ કરી લીધી છે અને પુછપરછ દરમિયાન તેને ગુન્હો કબૂલી રહસ્ય પણ ઉકેલ્યું છે.

આ સમગ્ર હત્યાકાંડના મામલામાં પોલીસની પાંચ ટીમ તપાસ કરી રહી હતી. જેમણે આ કેસનો ખુલાસો કર્યો. આરોપી અભિષેકની પોલીસે કડકાઈથી પુછપરછ કરતા તેને પોતાનો ગુન્હો કબુલ્યો હતો.  તેની સાથેની પુછપરછમાં માલુમ પડ્યું કે આ હત્યાઓ પાછળનું કારણ પ્રોપર્ટીનો વિવાદ હતો.

મૃતક પ્રદીપે તેની બધી જ સંપત્તિ તેમના દીકરાની જગ્યાએ દીકરી તમન્નાના નામ ઉપર કરી દીધી હતી. જેને લઈને પિતા-પુત્રમાં અવાર નવાર બોલચાલ પણ થતી હતી. આજ કારણે અભિષેક તેના પરિવારથી નારાજ રહેતો હતો, જેના બાદ તેને યોજના બનાવીને આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો.

પોલીસ પૂછપરછમાં આરોપી અભિષેક મોનૂએ જણાવ્યું કે ઘટના બાદ તે દોસ્તોની સાથે પાર્ટી કરવા માટે હોટલમાં ગયો હતો. દોસ્તોએ ખાવા-પીવાની અનેક આઈટમોનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનાથી એક કોળિયો પણ ખવાયો ન્હોતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિતની કડીઓ અંગે જાણવાનો પ્રયત્ન કરશે.

પોલીસ પુછપરછમાં અભિષેકે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસથી તેણે પિતા સહિત પરિવાર પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. મોટી રકમની જરૂરત અંગેના કારણ જ્યારે પરિજનોએ પૂછ્યું હતું. ત્યારે તેણે ફી ભરવા માટે અને દોસ્તોને આપવા અંગેની વાત કરી હતી. અભિષેક અલગ અલગ બહાના બનાવીને વારંવાર ઘરમાંથી રૂપિયા  માંગતો હતો. પરિવારે જયારે તપાસ કરી કે મોનુ આટલા રૂપિયાનું શું કરી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું કે તે ખોટા ધંધા કરવા માટે પૈસા લેતો હતો.

આજ બાબતેને લઈને તેના પિતાએ તેને ધમકાવ્યો હતો, તો મોટી બહેને પણ તેને કડક શબ્દોમાં સલાહ આપી હતી. તેના નાની અને માતા પણ તેને સમજાવવામાં લાગ્યા હતા, પરંતુ અભિષેકના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું અને તેને તેના પિતા, માતા, નાની અને બહેનની હત્યા કરી નાખી.

Niraj Patel