“મને મારા પરિવારને મારવાનું કોઈ દુઃખ નથી, બસ મને મારા પાર્ટનર સાથે ગમે ત્યાં કોઈપણ જેલમાં રાખો !”

માતા-પિતા સાથે નાની અને બહેનને મોતને ઘાટ ઉતારી દેનારા દીકરાએ પોલીસ રિમાન્ડમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણીને હચમચી ઉઠશો, “મને મારા પરિવારને મારવાનું કોઈ દુઃખ..”

હાલ એક ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. એક દીકરાએ પોતાના માતા પિતા, નાની અને બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ તે મિત્રો સાથે પાર્ટી કરવા ચાલ્યો ગયો હતો.  પોલીસે શંકાના આધારે તપાસ કરતા દીકરાએ જ તેમના માતા પિતા, નાની અને બહેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેના બાદ આરોપી દીકરાને 5 દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યો હતો. જે હાલ પૂર્ણ થઇ ગયો છે અને તેમાં ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે.

27 ઓગસ્ટના રોજ હરિયાણાના રોહતકમાં અભિષેક નામના યુવકે પોતાના જ પરિવારના ચાર લોકોની હત્યા કરી નાખી હતી. જેના બાદ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે પૂર્ણ થતા ઘણા જ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. 5 દિવસના રિમાન્ડમાં પોલીસના મારથી પણ અભિષેક જરા પણ રડ્યો નથી.

અભિષેક પોલીસને એક જ વાત કહેતો રહ્યો કે “સર પ્લીઝ, મને મારા પ્રેમી સાથે મળાવી દો.” આરોપીએ પોલીસને એમ પણ કહ્યું કે તેને પોતાના પરિવારને મારવાનું કોઈ દુઃખ નથી. તે બસ એટલું જ ઈચ્છે છે કે તેને જ્યાં પણ રાખવામાં આવે, જે પણ જેલની અંદર રાખવામાં આવે ત્યાં તેનો પુરુષ દોસ્ત તેની સાથે રહેવો જોઈએ. તે વારંવાર પોતાને તેના પુરુષ પ્રેમી સાથે મોકલવાની વાત જણાવતો રહ્યો.

તો આ પુછપરછમાં અભિષેક તેના પરિવાર પાસે જે પાંચ લાખ રૂપિયા માંગી રહ્યો હતો તેની પાછળનું પણ કારણ સામે આવ્યું છે. અભિષેક તેના પુરુષ પાર્ટનર સાથે લિવ ઇનમાં રહેતો હતો. અને તેના પુરુષ પ્રેમી સાથે સંબંધો પણ બંધાયા હતા. અભિષેક પોતાનું લિંગ પરિવર્તન કરવા માટે તેના પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરતો હતો.

તો બીજી તરફ અભિષેકે તેના જે પુરુષ પાર્ટનર માટે પોતાના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો તેને તો આ ષડયંત્ર વિશેની ખબર પણ નથી. કદાચ એવું પણ હોઈ શકે તે તેના મિત્રને બચાવવા પણ માંગતો હોય. આ મિત્રના કારણે જે તેની લિંગ પરિવર્તન કરાવવા માટે પરિવાર પાસે પૈસા માંગ્યા હતા. જેના બાદ તેના પિતાએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને પૈસા આપવાની પણ ના પાડી હતી. આ વાતથી રોષે ભરાયેલા અભિષેકે પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો.

Niraj Patel