મનોરંજન

લાઇમ લાઇટથી દૂર રહે છે રોહિત શેટ્ટીની પત્ની માયા, દેખાવમાં કોઈ અભિનેત્રીથી કમ નથી લાગતી

બોલીવુડમાં રોહિત શેટ્ટી એક પ્રખ્યાત ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમની મોટાભાગની ફિલ્મો સુપર હિટ રહી છે, થોડા સમયમાં જ તે ફિલ્મ ‘સૂર્યવંશી’ લઈને આવી રહ્યા છે જેનું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મની અંદર અક્ષય કુમાર, અજય દેવઘન અને રણવીર સિંહ જોવા મળવાના છે, ત્યારે દર્શકોને આ ફિલ્મને લઈને ઘણી જ આશાઓ છે, સૌને લાગી રહ્યું છે કે આ ફિલ્મ હિટ જશે. આ પહેલા પણ તેઓ ‘સિંઘમ’, ‘ચેન્નઈ એક્સપ્રેક્સ’ અને ‘ગોલમાલ સિરીઝ’ ને હિટ બનાવી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

રોહિતનો જન્મ દિવસ 14 માર્ચના રોજ છે. તે પોતાનો 47મોં જન્મ દિવસ મનાવશે ત્યારે તેના ચાહકો માટે તેના જીવન વિશે જણાવું ખુબ જ જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1973ના રોજ મુંબઈમાં થયો હતો, તેના પિતા એમ બી શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન કોરિયો ગ્રાફર, સ્ટેટમેન અને અભિનેતા હતા જયારે તેની માતા મધુ જુનિયર આર્ટિસ્ટની રીતે કામ કરતી હતી. રોહિતના બે ભાઈ પણ છે ઉદય શેટ્ટી અને હૃદય શેટ્ટી આ ઉપરાંત તેની ચાર બહેનો પણ છે. રોહિતે પોતાનો અભ્યાસ મુંબઈની સેન્ટ મેરી શાળામા કર્યો હતો. બાળપણથી જ રોહિતને ભણવા કરતા પણ વધારે રસ ફિલ્મોમાં હતો.

Image Source

રોહિતે શેટ્ટીએ 14 વર્ષની ઉંમરે જ ડાયરેક્ટર બનવાનો નિર્ણય કરી લીધો હતો, 17 વર્ષની ઉંમરે જ ડાયરેક્ટર કુકુ કોહલી સાથે ફિલ્મ “ફૂલ ઔર કાંટે”માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સતત 13 વર્ષ સુધી રોહિત આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રૂપમાં કામ કર્યું હતું.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં રોહિતે જણાવ્યું હતું કે “મારી પહેલી કમાઈ 35 રૂપિયા હતી, ઘર ચલાવવા માટે પૈસા નહોતા એટલે કોલેજ છોડી દીધી, અને કા કરવાનું શરૂ કરી દીધું.” રોહિતે એમ પણ જણાવ્યું હતું કે તેને અભિનેત્રી તબ્બુની સાડીઓમાં ઈસ્ત્રી પણ કરી હતી.

Image Source

વર્ષ 2003માં રોહિત શેટ્ટીએ ડાયરેક્ટર બનવાનો વિચાર કર્યો અને અભિનેતા અજય દેવઘન સાથે પોતાની પહેલી ફિલ્મ ‘જમીન’ બનાવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ચાલી નહીં, અને આ સમય દરમિયાન લોકોએ રોહિતના ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ સમય દરમિયાન જ વર્ષ 2005માં રોહિતે માયા નામની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. તેની પત્ની માયા એક બેંકર છે અને તે આ લાઇમ લાઇટથી દૂર રહે છે. હાલમાં તેમને એક દીકરો પણ છે જેનું નામ ઈશાન શેટ્ટી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

વર્ષ 2006માં રોહિતે બીજી એક ફિલ્મ બનાવી “ગોલમાલ” આ ફિલ્મ તેના કેરિયરની પહેલી હિટ ફિલ્મ બની ગઈ, દર્શકોએ આ ફિલ્મને ખુબ જ પસંદ કરી અને ત્યારબાદ રોહિતે આ ફિલ્મની બીજી કેટલીક સિરીઝ પણ બનાવી અને આ તમામ સિરીઝ હિટ રહી. ‘ગોલમાલ-3’ તો ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

ત્યારબાદ રોહિતે શાહરુખ અને દીપિકા પાદુકોણ સાથે મળીને ફિલ્મ “ચેન્નઇ એક્સપ્રેક્સ” બનાવી. રોહિતની આ ફિલ્મને પણ ખુબ જ વખાણવામાં આવી. હવે રોહોત બોલીવુડમાં સૌથી હિટ ફિલ્મો આપીને સૌથી વધુ કમાઈ કરનાર ડાયરેક્ટરોના લિસ્ટમાં ઉમેરાઈ ગયો છે. હાલમાં રોહિત એક ફિલ્મ ડિરેક્ટ કરવાના 30 કરોડ રૂપિયા લે છે. તેનું નેટ વર્થ 100 કરોડ સુધીનું બની ગયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.