બોલિવૂડના એક્શન ડાયરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મમોમાં ગાડીઓ હવામાં ઉડાવવાના સીન તો જોયા જ હશે. તેની ફિલ્મમાં ખાસ કરીને ગાડીને પીછો કરતો સીનમાં ગાડીઓ હવામાં ઉડતા અને ગાડીના અવનવા સીન કરવા રોહિત માટે આમ વાત છે. ફિલ્મોમાં ગાડીને ઉડાવવાના શોખીન રોહિતને અસલ જિંદગીમાં નવી નવી ગાડી ચલાવવાનો બહુજ શોખ છે. હાલમાં જ ગાડીના શોખીન રોહિતે SUVની નવી ગાડી ખરીદી છે તેની કિંમત જાણીએ હોશ ઉડી જશે.
રીહિતે મુંબઈમાં લેમ્બોર્ગીનીના ડીલરશીટ પાસેથી લાગજરી SUV Lamborghini Urus ગાડી ખરીદી છે. લેમ્બોર્ગીની મુંબઈએ તેમને ઇન્સ્ટાગ્રામ પર રોહિત શેટ્ટીની કાર સાથેની એક તસ્વીર પણ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું હતું કે “એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી માટે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ગાડી. લેમ્બોર્ગીની મુંબઈએ ભારતના સૌથી સફળ ફિલ્મમેકર રોહિત શેટ્ટીને Urusની ડિલિવરી કરી.”
Urus ગાડી તેની સિરીઝની સૌથી પાવરફુલ ગાડી છે. આ ગાડી લકઝરી અને ઓફ રોડ બંનેમાં જગ્યાએ ચાલે છે અને કઠિનથી કઠિન રસ્તા પર સરળતાથી ચાલે છે. Lamborghini Urus કંપનીની હિટ ગાડીઓમાંથી એક છે અને ભારતમાં Lamborghini 12 મહિનામાં તેને 50 યુનિટ ડિલિવરી કરી ચુકી છે. તેમાં પાવરફુલ 4.0 લિટર v8 twin-turbo engine છે. આ એન્જિન 6000 rpm પણ 650 hp ની પાવર અને 6800 rpm પર 850 nm નો ટૉર્ક ઉત્પન્ન કરે છે.
View this post on Instagram
BEASTS DON’T TRUST WORDS…THEY TRUST ACTION….FEAR FACTOR #khatronkekhiladi10
આ ગાડી 3.6 સેકેંડમાં 0 થી 100 KM પ્રતિકલાકની ઝડપે ચાલે છે અને 0 થી 200 KM ની ઝડપ પકડતા તેને 12.8 સેકેંડનો સમય જ લાગે છે. આ ગાડીની ટોપ સ્પીડ લગભગ 305 કિલોમીટર પ્રતિકલાક છે અને આ ગાડી હાલની સૌથી ફાસ્ટ SUV છે. ભારતમાં આ ગાડીની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રોહિત હાલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. જે આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કેટરીના મુખ્ય ભૂમિકામાં જેવા મળશે. અક્ષય અને કેટરીના સાથે રોહિતની આ પહેલી ફિલ્મ છે.
