જિંદગી હોય તો આવી….રોહિત શેટ્ટીએ ખરીદી નવી SUV ગાડી, કિંમત જાણીને ઉડી જશે હોંશ

0

બોલિવૂડના એક્શન ડાયરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મમોમાં ગાડીઓ હવામાં ઉડાવવાના સીન તો જોયા જ હશે. તેની ફિલ્મમાં ખાસ કરીને ગાડીને પીછો કરતો સીનમાં ગાડીઓ હવામાં ઉડતા અને ગાડીના અવનવા સીન કરવા રોહિત માટે આમ વાત છે.

ફિલ્મોમાં ગાડીને ઉડાવવાના શોખીન રોહિતને અસલ જિંદગીમાં નવી નવી ગાડી ચલાવવાનો બહુજ શોખ છે. હાલમાં જ ગાડીના શોખીન રોહિતે SUVની નવી ગાડી ખરીદી છે તેની કિંમત જાણીએ હોશ ઉડી જશે.

 

View this post on Instagram

 

If everything seems under control… you are playing it Safe… Take risk and achieve your dream… Fear Factor #khatronkekhiladiseason10

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

રીહિતે મુંબઈમાં લેમ્બોર્ગીનીના ડીલરશીટ પાસેથી લાગજરી SUV Lamborghini Urus ગાડી ખરીદી છે. લેમ્બોર્ગીની મુંબઈએ તેમને ઇન્સ્ટાગ્રામ પર રોહિત શેટ્ટીની કાર સાથેની એક તસ્વીર પણ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું હતું કે “એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી માટે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ગાડી. લેમ્બોર્ગીની મુંબઈએ ભારતના સૌથી સફળ ફિલ્મમેકર રોહિત શેટ્ટીને Urusની ડિલિવરી કરી.”

Urus ગાડી તેની સિરીઝની સૌથી પાવરફુલ ગાડી છે. આ ગાડી લકઝરી અને ઓફ રોડ બંનેમાં જગ્યાએ ચાલે છે અને કઠિનથી કઠિન રસ્તા પર સરળતાથી ચાલે છે. Lamborghini Urus કંપનીની હિટ ગાડીઓમાંથી એક છે અને ભારતમાં Lamborghini 12 મહિનામાં તેને 50 યુનિટ ડિલિવરી કરી ચુકી છે. તેમાં પાવરફુલ 4.0 લિટર v8 twin-turbo engine છે. આ એન્જિન 6000 rpm પણ 650 hp ની પાવર અને 6800 rpm પર 850 nm નો ટૉર્ક ઉત્પન્ન કરે છે.

 

View this post on Instagram

 

BEASTS DON’T TRUST WORDS…THEY TRUST ACTION….FEAR FACTOR #khatronkekhiladi10

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on

આ ગાડી 3.6 સેકેંડમાં 0 થી 100 KM પ્રતિકલાકની ઝડપે ચાલે છે અને 0 થી 200 KM ની ઝડપ પકડતા તેને 12.8 સેકેંડનો સમય જ લાગે છે. આ ગાડીની ટોપ સ્પીડ લગભગ 305 કિલોમીટર પ્રતિકલાક છે અને આ ગાડી હાલની સૌથી ફાસ્ટ SUV છે. ભારતમાં આ ગાડીની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રોહિત હાલમાં અક્ષય કુમાર સાથે  ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. જે આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કેટરીના મુખ્ય ભૂમિકામાં જેવા મળશે. અક્ષય અને કેટરીના સાથે રોહિતની આ પહેલી ફિલ્મ છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here