‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે મસ્તીમાં થઇ છુટા હાથની મારામારી, બચાવ માટે બોલાવવી પડી પોલીસ- જુઓ વિડીયો

0
Advertisement

અક્ષય કુમાર આજકાલ તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કેટરીના કૈફ પણ લીડ રોલમાં છે. પરંતુ હાલમાં જ અક્ષય કુમારનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હાલમાં અક્ષય કુમારનો વાયરલ થયેલા વીડિયોમાં અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી ઝઘડો કરતા નજરે ચડે છે. વીડિયોમાં જોઈ શકાય છે એક બન્ને વચ્ચેની મારામારી એટલી બધી વધી ગઈ હતી કે, પોલીસે બન્ને વચ્ચેનો મામલો શાંત પાડયો હતો. પરંતુ આ મામલો ફિલ્મી હતો. રોહિત શેટ્ટી અને અક્ષયકુમારના આ દિલચસ્પ વિડીયો પર બોલીવુડ પ્રોડ્યૂસર કરણ જોહરનું રિએક્શન સામે આવ્યું હતું. આ લડાઈનો વિડીયો એક્ટ્રેસ કેટરીના કૈફેએ શૂટ કર્યો હતો. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, આ વિડીયો ‘સૂર્યવંશી’ના શૂટિંગ દરમિયાનનો છે.

આ એક ફની વિડીયો જે છે અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વિડીયો જોઈને ફેન્સ ઘણા પરેશાન થઇ ગયા હતા. અક્ષય કુમારે આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, એક એવો ઝઘડો જે તમારો દિવસ બનાવી શકે છે.

જણાવી દઈએ કે, અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ફિલ્મ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ કરણ જોહર અને રોહિત શેટ્ટીએ પ્રોડ્યુસ કરી છે. ધર્માં પ્રોડક્શન અને રોહિત શેટ્ટી પિક્ચર્સ હેઠળ બનેલી આ ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજવ દેવગણનીઓ એક ઝલક પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે આવશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અક્ષયકુમાર સાથે રોમાન્સ કરી નજર ચડશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here