મનોરંજન

35 રૂપિયાની કમાણીથી કરી હતી શરૂઆત… આજે છે અબજોપતિ, વાંચો ક્યારે આવ્યો જીવનમાં ટર્નીંગ પોઈન્ટ

આજે બોલિવૂડમાં એક્શન ફિલ્મો બનાવનાર તરીકે જાણીતા રોહિત શેટ્ટીએ આજ સુધીમાં ઘણી હિટ ફિલ્મો બનાવી છે, જેમાં ગોલમાલ ફિલ્મ સિરીઝ, સિંઘમ સિરીઝ, દિલવાલે, ચેન્નઈ એક્સપ્રેસ કે જેના માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડમાં બેસ્ટ ડિરેક્ટર તરીકે નોમિનેશન પણ મળ્યું હતું. પરંતુ ઘણા ઓછા લોકો રોહિત શેટ્ટીના સંઘર્ષના દિવસો વિશે જાણે છે.

Image Source

બોલીવૂડમાં એક્શન ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર તરીકે પ્રખ્યાત રોહિત શેટ્ટી પ્રખ્યાત સ્ટંટમેન અને વિલન એમબી શેટ્ટીના દિકરા છે. તેમના પિતાના મૃત્યુ પછી રોહિતને બાળપણમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમયે તેઓ ટીનએજમાં હતા. તેઓ પોતાનું કોલેજનું ભણવાનું પણ પૂરું કરી શક્યા નથી. પરિવારને સપોર્ટ કરવા માટે તેમણે પોતાનું ભણવાનું પણ છોડી દીધું હતું. ભણવા માટે તેમની પાસે પૂરતા પૈસા હતા નહિ. તમને જાણીને નવાઈ લાગશે પણ રોહિતની પહેલી કમાણી 35 રૂપિયા હતી.

Image Source

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રોહિત કહે છે કે જયારે મેં કામ કરવાનું શરુ કર્યું ત્યારે મારી પાસે ઘર ચલાવવા માટેના પૈસા નહોતા. કોલેજ છોડી દીધી. કારણ કે હું જાણતો હતો કે પુસ્તકો અને કપડા માટે પૈસા નહોતા. હું વિચારતો હતો કે આ બધી વસ્તુઓ માટે પૈસા કોણ આપશે અને કોણ સપોર્ટ કરશે. આમ વિચારીને કામ કરવાની શરૂઆત કરી અને પૈસા કમાવવાની શરૂઆત કરી. મારી પહેલી કમાઈ 35 રૂપિયા હતી. તેઓ આગળ જણાવે છે કે: ‘હું ભાગ્યશાળી છું એવું મારી બહેન કહેતી હોય છે. આવી લાઈફ મળવી એ બહુ દુર્લભ વાત છે. એવું નથી કહી રહ્યો કે હું મહાન છું, મારી ફિલ્મો સારું પ્રદર્શન કરે છે એટલે લોકો મને પસંદ કરે છે એવું નથી. મને આજ સુધી સમજાયું નથી કે લોકો મને કેમ પસંદ કરે છે. આ એક જાદુ જેવું છે, મને મીડિયા અને ચાહકો તરફથી પ્રેમ મળ્યો.’

Image Source

બોલીવુડમાં એક્શન અને કોમેડીને સ્ક્રીન પર એક સાથે બતાવવામાં રોહિત શેટ્ટીનો જોટો જડે એમ નથી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે આ મુકામ સુધી પહોચવા માટે બહુ મહેનત કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે 1995માં આવેલ ફિલ્મ હકીકતની અભિનેત્રી તબ્બુની સાડીઓ તેમણે ઈસ્ત્રી કરી હતી. એટલું જ નહિ એક સમયે તેઓ કાજોલના સ્પૉર્ટબોય પણ રહી ચુક્યા છે.

Image Source

આસિસ્ટન્ટ ડાયરેક્ટરથી કરી હતી શરૂઆત –

રોહિતે 17 વર્ષની ઉંમરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મ ફૂલ ઓર કાંટેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 30 વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ જમીન 2003માં ડાયરેક્ટ કરી હતી, પણ એ ફિલ્મ ખાસ ચાલી નહિ. આની પછી તેમની સાથે કામ કરવા માટે કોઈ તૈયાર હતું નહિ. પણ તેઓ હિંમત હાર્યા નહિ, પછી તેઓને અજય દેવગણની મદદ મળી અને તેમની માટે રોહિતે ફિલ્મ બનાવી. એમની ફિલ્મ એ બહુ જલ્દી 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ.

Image Source

રોહિતે 2006માં ગોલમાલ: ફન અનલિમિટેડ બનાવી હવે રોહિતની એ ફિલ્મના 4 ભાગ આવી ગયા છે અને એ 4 ફિલ્મો બોક્સઓફીસમાં સુપર હીટ રહી હતી. રોહિતે અજય દેવગણ સાથે 10 ફિલ્મ બનાવી જેમાં ફૂલ ઓર કાંટે, ગોલમાલ, સંડે, ગોલમાલ રીટર્ન, ઓલ ધ બેસ્ટ, ગોલમાલ-3, સિંઘમ, બોલ બચ્ચન, સિંઘમ રીટર્ન, ગોલમાલ અગેન, જેવી ફિલ્મો બનાવી હતી.

Image Source

હાલમાં જ રોહિત શેટ્ટીએ સિંઘમ સિરીઝની ચોથી ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ શરુ કર્યું છે. જેમાં અજય દેવગણ તો હશે જ સાથે સાથે રણવીર સિંહ, અક્ષય કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયની માનો રોલ નીના ગુપ્તા કરશે અને અક્ષયની ઓપોઝિટમાં કેટરીના કૈફ જોવા મળશે. આ સિવાય રોહિત શેટ્ટી ફેમસ ટીવી શો ખતરો કે ખિલાડીના હોસ્ટ પણ રહી ચુક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks