ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ હવે ફિલ્મોમાં અભિનયનો જલવો બતાવશે રોહિત શર્મા, નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ સાથે આવશે નજર, જુઓ ફિલ્મનો ફર્સ્ટ લુક

રોહિત શર્મા ક્રિકેટ જગતનું એક મોટું નામ છે, હાલમાં તે ભારતીય ટીમનો કપ્તાન છે અને ભારતને ઘણી બધી મેચ એકલા હાથે જીતવી પણ છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા ક્રિકેટની પીચ બાદ બહુ જલ્દી ફિલ્મમાં જોવા મળશે. રોહિત શર્માએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેની ડેબ્યૂ ફિલ્મ “મેગા બ્લોકબસ્ટર”નું પોસ્ટર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. તેણે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે નર્વસ અનુભવું છું, એક પ્રકારનું ડેબ્યૂ. વાસ્તવમાં, આ પહેલીવાર હશે જ્યારે રોહિત શર્મા કોઈ ફિલ્મમાં જોવા મળશે. ઓશિમ પ્રોડક્શન્સ રોહિત શર્માની ફિલ્મ મેગા બ્લોકબસ્ટર લાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

મેગા બ્લોકબસ્ટરમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન, અનુભવી બેટ્સમેન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૌરવ ગાંગુલીએ આ ફિલ્મના પોસ્ટરની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા જેવા સ્ટાર્સથી સજેલી આ ફિલ્મ ક્રિકેટ ચાહકોનું ખૂબ મનોરંજન કરશે. તમામ ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by SOURAV GANGULY (@souravganguly)

ભારતીય ટીમે એશિયા કપની પોતાની બીજી મેચમાં હોંગકોંગને 40 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માં સતત બે મેચ જીતીને ટોપ 4માં પહોંચી ગઈ છે. એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. એશિયા કપમાં લાંબા સમય બાદ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ફોર્મમાં પરત ફર્યો છે. તે જ સમયે, ચાહકો હજી પણ કેપ્ટન રોહિત શર્માના ફોર્મમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

રોહિત શર્મા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. તેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં ચાર સદી ફટકારી છે. રોહિત શર્માએ ભારત માટે 45 ટેસ્ટ મેચમાં 3137 રન, 233 વનડેમાં 9376 રન બનાવ્યા છે. તે જ સમયે, 134 T20 મેચોમાં 3520 રન બનાવ્યા છે.

Niraj Patel