હિટમેન રોહિત શર્માના છગ્ગાથી ઘાયલ થઇ ગઈ હતી આ ફૂલ જેવી નાની બાળકી, મેચ પછી રોહિત શર્માએ તેના માટે જે કર્યું તે દિલ જીતી લેશે, જુઓ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ વન-ડે મેચ ચાલી રહી છે, પહેલી જ મેચમાં ભારતે શાનદાર જીત મળેવી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ બેટથી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં આગ લગાવી દીધી હતી. પરંતુ મેચ દરમિયાન એક એવી ઘટના પણ ઘટી જેને દર્શકો સાથે રોહિત શર્માનો જીવ પણ અઘ્ધર કરી દીધો હતો.

રોહીત જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના છગ્ગાથી 6 વર્ષની બાળકીને ઈજા થઈ હતી. રોહિત શર્માના પુલ શોટ પર, બોલ ઝડપથી સ્ટેન્ડ તરફ ગયો, જ્યાં એક પિતા તેની દીકરી સાથે મેચ જોઈ રહ્યા હતા અને બોલ છોકરીની પીઠ પર વાગ્યો. મેદાન પર ઊભેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓએ આ વાતની જાણકારી ટીમના ફિઝિયોને આપી, જેઓ જલ્દીથી છોકરી પાસે પહોંચી ગયા.

બોલ છોકરીની પીઠ પર વાગ્યો અને પિતાએ ઝડપથી છોકરીની પીઠ પર માલિશ કરી અને પછી ડૉક્ટરોએ તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે છોકરીને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જ્યારે રોહિતને મેદાન પર ખબર પડી ત્યારે તે પણ ખૂબ જ દુખી હતો. આ જ કારણ હતું કે રોહિત તેને મેચ પછી મળવા માટે પહોંચ્યો હતો.

મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા બાળકીને મળ્યો અને તેને ચોકલેટ અને ટેડી આપી અને પૂછ્યું કે તે ઠીક છે કે નહીં. આ 6 વર્ષની બાળકીનું નામ મીરા સાલ્વી છે, જે તેના પિતા સાથે ODI મેચ જોવા સ્ટેડિયમમાં ગઈ હતી. ઘણી વખત દર્શકો સાથે આ પ્રકારની ઘટના બને છે, કારણ કે ઘણી વખત જ્યારે મેચ ચાલી રહી હોય ત્યારે બોલ પર કોઈ ધ્યાન નથી આપતું.

સોશિયલ મીડિયામાં હવે આ ઘટનાની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ રોહિત શર્માના આ અંદાજની ખુબ જ પ્રશંસા પણ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પોતાની વિસ્ફોટક શૈલી ચાલુ રાખતા રોહિતે 58 બોલમાં અણનમ 76 રન ફટકારીને 19મી ઓવરમાં ભારતને જીત અપાવી હતી. આ મેચમાં શિખર ધવને 54 બોલમાં 31 રન રમીને તેને સપોર્ટ કર્યો હતો અને ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી. જસપ્રીત બુમરાહને 6 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Niraj Patel