ખબર

રોહિત શર્માએ મેચમાં પહેર્યા હતા એવા બુટ કે હવે આખી દુનિયા કરી રહી છે પ્રસંશા, જુઓ તસવીરો

ભારતીય ટીમના ઓપનર એવા હિટમેન રોહિત શર્મા તેની રમતના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. રોહિતની શાનદાર બેટિંગ ચાહકોનું હંમેશા દિલ જીતી લે છે. પરંતુ આઈપીએલની પહેલી મેચમાં રોહિતના બેટિંગે નહિ પરંતુ તેના બુટ દિલ જીતવામાં સફળ રહ્યા હતા.

મુંબઈ ઇન્ડિયનની પહેલી મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર સાથે હતી, જેમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.  પરંતુ આ મેચમાં રોહિત શર્માના બુટ ઉપર એક ખાસ સંદેશ લખેલો હતો, જેના બાદ તેની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

રોહિત શર્માના બુટ ઉપર “સેવ ધ રાઈનો”નો મેસેજ લખ્યો હતો. જે ગેંડાના બચાવ માટેનું એક અભિયાન છે. રોહિત શર્માના બુટ ઉપર એક શીંગડા વાળા ગેંડાની એક તસ્વીર પણ હતી. જેના કારણે રોહિત શર્માની વિશ્વભરમાં ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

રોહિત શર્મા એ વાત સ્પષ્ટ કરી ચુક્યો છે કે હવે તે વિલુપ્ત થઇ રહેલા ગેંડાને બચાવવા માટે બેટિંગ કરશે. રોહિતે આપીએલમાં એક શીંગડા વાળા ગેંડા અથવા ભારતીય ગેંડાના સરકક્ષાન માટે આઇપીએલ દરમિયાન આ વિશેષ રીત અપનાવી છે.