કપ્તાન રોહિત શર્મા પરિવાર સાથે બન્યો ગુજરાતનો મહેમાન, હાર્દિક પંડ્યા અને ઝહીર ખાન પણ જામનગર એરપોર્ટ ઉપર થયા સ્પોટ, જુઓ વીડિયો

દેશમાં સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ ગઈકાલે જામનગરની અંદર ઉજવવામાં આવ્યો. આ જન્મ દિવસની ઉજવણીમાં ક્રિકેટ જગત અને બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ પણ આવી પહોંચ્યા હતા. અને તેમને જામનગર એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વીડિયો અને તસવીરો સામે આવી છે.

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના પુત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ ગઈકાલે જામનગરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ જન્મ દિવસની ઉજવણીમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે 120 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ ઉપર ગઈકાલે સવારથી જ સેલેબ્રિટીઓ સ્પોટ થઇ રહ્યા હતા.

જામનગર એરપોર્ટ ઉપર મુંબઈ ઇન્ડિયન ટીમના કપ્તાન રોહિત શર્મા તેમની પત્ની રિતિકા અને પુત્રી સમાયારા જોવા મળ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ દીકરી સમાયરાને હાથમાં ઊંચકી રાખી હતી અને એરપોર્ટ ઉપર તેમને પીકઅપ કરવા માટે આવેલી કારમાં તે બંને બેસી અને સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અને મુંબઈ ઇન્ડિયનનો એક મહત્વનો ભાગ બનેલા ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા પણ તેની પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે જામનગર એરપોર્ટ ઉપર સ્પોટ થયા હતા. આ દરમિયાન હાર્દિક ખુબ જ ખુશ જોવા મળી રહ્યો હતો.

રોહિત અને હાર્દિક ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના કોચ તેમજ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ તેની પત્ની સાગરિકા ઘોષ સહિતના મહાનુભાવો ચાર્ટર્ડ પ્લેન મારફતે જામનગર આવી પહોંચ્યા હતા.

ગઈકાલે ક્રિકેટરો જામનગર આવી રહ્યા હોવાની જાણ થતાં જ તેમના ચાહકો તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર દોડી ગયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સાંજ સુધીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિતના સેલેબ્રિટીઓ પણ જામનગર પહોંચી શકે છે.

મુકેશ અંબાણીના પૌત્રનો જન્મદિવસ જામનગરમાં મનાવવામાં આવ્યો. જાણીતી સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બનવાના હોઈ, એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી રહી હતી. સેલિબ્રિટીઓ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીના પૌત્રના જન્મદિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વી અંબાણીને આશીર્વાદ આપવાના છે.

પુત્ર પૃથ્વીના જન્મદિવસ માટે શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યાં છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ માટે ઇટાલી અને થાઇલેન્ડથી ઇન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામાં આવી છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો પ્રથમ જન્મદિવસ જામનગરમાં ઊજવવા જઈ રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસની સ્પેશિયલ કેક મુંબઈથી ફ્લાઈટમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પૌત્ર પૃથ્વીના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી હતું.

Niraj Patel