T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડકપની મેચોમાં આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું હોય. મેચ બાદ જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એવો સવાલ ઉઠ્યો કે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે એક પત્રકારે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 પર સવાલ ઉઠાવ્યા તો વિરાટનો અલગ જ અંદાજ જોવા મળ્યો.
પ્રેસ કોન્ફરન્સમાં એક પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને પૂછ્યું કે ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે, શું ઈશાન કિશનને રોહિત શર્માની જગ્યાએ લાવવામાં આવી શકતો હતો? આ સવાલ પર વિરાટ કોહલીએ પહેલા કહ્યું હતું કે આ બહુ બહાદુરીભર્યો સવાલ છે.
View this post on Instagram
કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકારને પૂછ્યું કે તમે શું કરત, હું મારી શ્રેષ્ઠ ટીમ સાથે રમ્યો છું. શું તમે રોહિત શર્માને ટી 20 ટીમમાંથી બહાર કરશો? શું તમે જાણો છો કે તેણે છેલ્લી મેચમાં શું કર્યું હતું? વિરાટે આગળ કહ્યું કે જો તમે કોઇ વિવાદ ઇચ્છતા હોવ તો મને સીધો જ કહી દો, હું તમને એ જ જવાબ આપીશ.
પાકિસ્તાન સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે અમે અમારી યોજનાને યોગ્ય રીતે લાગુ કરી નથી, આથી જ પાકિસ્તાને અમારી ટીમને હરાવી દીધી. જ્યારે તમે ઝડપી ત્રણ વિકેટ ગુમાવી દો છો, ત્યારે પાછા આવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અમને ખબર હતી કે ત્યાં ઝાકળ પડવાની છે, તેથી દબાણ હતું.
View this post on Instagram
વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન અમારા કરતા સારું રમ્યું, જે રીતે પરિસ્થિતિ બદલાઈ, અમને 10-20 રન વધુ જોઈતા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ જો કે એમ પણ કહ્યું કે આ અમારા માટે પેનિક બટનવાળો મોડ નથી, હમણાં જ ટુર્નામેન્ટ જ શરૂ થઈ છે, તે સમાપ્ત થઈ નથી.
તમને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાને પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું છે. ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને રોહિત શર્મા પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો.