કાલાઘેલા અવાજમાં રોહિત શર્માની દીકરીએ આપી તેના પપ્પાની હેલ્થ અપડેટ, વીડિયોમાં જે કહ્યું એ તમારું દિલ પણ જીતી લેશે.. જુઓ

ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા એજબેસ્ટન ટેસ્ટ પહેલા જ કોરોના સંક્રમિત થયો હતો. રોહિત હાલમાં ટીમ અને પરિવારના સભ્યોથી અલગ છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને તેણે એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે. આ દરમિયાન તેમની પુત્રી સમાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે તેના બીમાર પિતાની હાલત જણાવતી જોવા મળે છે.

વીડિયોમાં સમાયરા માતા રિતિકા સાથે હોટલની લોબીમાં જોવા મળી રહી છે. આ દરમિયાન એક પ્રશંસકે તેને તેના પિતા વિશે પૂછ્યું. ચાહકે સમાયરાને પૂછ્યું, “પાપા ક્યાં છે.” આના પર હિટમેનની પુત્રીએ કહ્યું, “પાપા તેમના રૂમમાં સૂઈ રહ્યા છે. પપ્પા કોવિડ પોઝિટિવ છે. કોઈ એક જ રૂમમાં રહી શકે છે.”

ટ્વિટર પર વાયરલ થયેલો આ વીડિયો લેસ્ટરની એક હોટલની લોબીનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક વ્યક્તિ સમાયરાને રોહિતની તબિયત વિશે પૂછી રહ્યો છે. સમાયરાએ જે રીતે આ સવાલનો જવાબ આપ્યો છે, તેણે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા છે. ઘણા લોકો સમાયારાના આ ક્યૂટ ક્યૂટ અંદાજની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 2021માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કોવિડને કારણે સ્થગિત કરવામાં આવી હતી અને હવે આ મેચ 1 જુલાઈથી રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલ 2-1થી આગળ છે. રોહિત શર્મા ઉપરાંત ભારતના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા કોરોના સંક્રમિત થયા છે.

Niraj Patel