ખબર

સાસુ-વહુનું બહાર લફરાંની શંકાએ કરોડપતિ પરિવારના વૃદ્ધે બંનેની હત્યા કરી નાખી અને પછી જે થયું

લાગે છે ભારતમાં કોઈને પણ કાયદાઓ ડર નથી. દરરોજ સવારે ઉઠી ત્યારે સૌથી પહેલા એજ ખબર વાંચવા કે જોવા મળે કે અહીં દુષ્કર્મ થયું અહીં નજીવી બાબતે હત્યા થઇ. દેશની રાજધાની દિલ્લીમાં પણ ક્રાઇમના કિસ્સાઓ વધતા જાય છે. હાલમાં જ દિલ્લીના એક વિસ્તારમાં એક વૃધ્ધે તેની પત્ની અને પુત્રવધુની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.

Image Source

શુક્રવારે વહેલી સવારે સતીશ ચૌધરી નામના વૃધ્ધે તેની પત્ની સ્નેહલતા અને પુત્રવધૂ પ્રજ્ઞાને ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. આ સમયે તેનો નાનો પુત્ર સૌરભ બચાવમાં આવતા તેની પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. સતીશે સૌરભને પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ વૃધ્ધને તેની પત્ની અને પુત્રવધુના ચારીત્ર્ય પર શંકા હતી. સૌરભે તેના પિતાને રૂમમાં બંધ કરી પોલીસને જાણકારી આપી હતી.

આ ઘટનામાં પ્રજ્ઞાનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું હતું, જ્યારે સ્નેહલતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રજ્ઞા અને તેના સાસુ એક જ રૂમમાં તેના બાળકો સાથે સૂતી હતી. શુક્રવારે સવારે અંદાજે 5 વાગ્યે આ ઘટના ઘટી હતી.

Image Source

સતીશનો મોટો પુત્ર ગૌરવ સિંગાપુરમાં આઇબીએમ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો. તો નાનો પુત્ર સૌરભ પણ સોફ્ટવેર એન્જીનીયર હતો અને બેંગ્લોરમાં કામ કરતો હતો.

સતીશ તેની પત્ની, પુત્રવધુ, ચાર વર્ષની પૌત્રી આરોહી અને એક વર્ષના પુત્ર આર્યન સાથે રોહિણી સેક્ટર-4માં શિવ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. સતીશ રિટાયર્ડ સ્કૂલ ટીચર હતો જયારે તેની પત્ની નિવૃત અધિકારી હતા.

સૌરભે સવારે 5.55 કલાકે પોલીસને જાણ કરી હતી. સૌરભે પ્રજ્ઞાના બાળકોને ઘરમાંથી કાઢીને પાડોશીઓને સાચવવા આપી દીધા હતા.

Image Source

આ ઘટના થતા પ્રજ્ઞાનો એક વર્ષનો પુત્ર રડવા લાગ્યો હતો જયારે તેની 5 વર્ષની દીકરી દાદુ-પાસે જવાની જીદ કરી રહી હતી.

પોલીસની પુછપરછમાં સતીશે જણાવ્યું હતું કે,તેનો પરિવાર તેનો એકલો અહીં મૂકીને ગુરુગાંવ શિફ્ટ થવાનો હતો. આ સાથે જ સતીશે જણાવ્યું હતું કે, પ્રજ્ઞા અને સ્નેહલતાના બહાર અફેર ચાલતા હોય બંને સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સતીશ બહુ ઝઘડાળુ સ્વભાવનો હતો. લોકો તેનાથી ઓછી જ વાત કરતા હતા. લોકો તેના વિષે કંઈ પણ કહેવાથી બચતા હતા.

Author: GujjuRocks Team
 તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.