મશહૂર સિંગર નેહા કક્કરના પતિના અધધધધ મોંઘા આઈફોન, હીરાની રિંગ ચોરી થઇ ગઈ, ફેન્સ પણ દુઃખી દુઃખી થઇ ગયા આ જોઈને

બોલિવૂડની પોપ્યુલર અને લોકપ્રિય સિંગર નેહા કક્કર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેણે સિંગર રોહનપ્રિત સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે પણ બંનેએ ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા પણ જોવા મળે છે. ત્યારે હવે નેહાના પતિ અને સિંગર રોહનપ્રિતને લઇને મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, હિમાચલ પ્રદેશની મંડીમાં એક નામી હોટેલમાં રોહનપ્રીત સિંહની એપલ વોચ, આઈફોન અને હીરાની રિંગ ચોરી થઇ  છે. ખબર મળતા જ પોલીસ મામલાની શોધખોળ કરવા લાગી ગઈ છે.

ક્યારેક સામાન્ય માણસોનો સામાન ચોરી થતો હતો હવે તો સેલેબ્સ લોકોનો પણ સામાન ચોરી થવા લાગ્યો છે. શુક્રવારની રાત્રે નેહા કક્કરના પતિ અને પંજાબી સિંગર રોહનપ્રિત સિંહ મંડીની એક હોટેલમાં રોકાયા હતા. આખી રાત હોટેલમાં આરામ કર્યા બાદ સવારે જયારે તેમની નજર ટેબલ પર પડી ત્યારે ત્યાંથી તેમનો ફોન અને રિંગ બંને ગાયબ હતા. હોટેલના રૂમમાં પોતાનો સામાન ગાયબ જોઈને તેમણે તરત પોલીસને સૂચના કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મામલામાં પોલીસ હોટેલના સ્ટાફ અને કર્મચારીઓ સાથે પૂછતાછ કરી રહી છે. હોટેલમાં સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. એસપી મંડી શાલિની અગ્નિહોત્રીએ આખા મામલાની પુષ્ટિ કરી છે. તેની સાથે જ એવું પણ કહ્યું છે કે કેસને લઈને હોટેલ સ્ટાફ સાથે પૂછતાછ ચાલુ છે.

થોડા દિવસ પહેલા જ નેહા કક્કરે પતિ રોહનપ્રિત સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો હોટેલ રૂમનો લાગી રહ્યો હતો જ્યાં બંને હાથમાં ચાના કપ પકડીને મસ્તી કરતા નજર આવી રહ્યા હતા. નેહા કક્કર અને રોહનપ્રિત બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને સાથે ઇન્સ્ટા રીલ્સ પણ શેર કરતા હોય છે. રોહનપ્રિત એક પંજાબી સિંગર છે જે દેસી મ્યુઝિક ફેક્ટરીની સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુક્યા છે.

Patel Meet