જીવનશૈલી મનોરંજન

લગ્ન થતા જ નેહાના જીવનમાં મચી બબાલ, રોહનપ્રીતની પૂર્વપ્રેમિકા આવી સામે, ફોન પર ફોન આવતા નેહાએ કર્યું આવું

લોકડાઉન પછી એકવાર ફરીથી લગ્નની સીઝન શરૂ થઇ ચુકી છે. અનલોક થતા જ સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કલાકારો પણ લગ્નગ્રંથિથી જોડાવા લાગ્યા છે. એવામાં તાજેતરમાં જ સિંગર નેહા કક્ક્ડ અને રોહનપ્રિતે લગ્ન કરીને એકબીજાને પોતાના જીવનસાથી બનાવી લીધા છે.

Image Source

નેહા-રોહને 24 ઓક્ટોબરના રોજ દિલ્લીના ગુરુદ્વારેમાં સાત ફેરા લીધા હતા. લગ્નના દરેક સમારોહની તસ્વીરો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી હતી. દરેક સમારોહમાં નેહા-રોહનનો અંદાજ અલગ અલગ હતો. દરેક અવતારમાં નેહા-રોહન ખુબ જ સુંદર લાગતા હતા. બંન્નેની જોડી પણ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે, લગ્ન પછી બંન્નેએ ભવ્ય રીશેપ્શન પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.

Image Source

એવામાં બંન્નેના લગ્નનો હજી તો અમુક જ સમય થયો છે કે પતિ રોહનની પૂર્વ પ્રેમિકા સામે આવી છે. આ સિવાય તે રોહનને વારંવાર ફોન પર ફોન પણ કરી રહી છે. પૂર્વ પ્રેમિકાનું આવું કરવાથી નેહા કક્ક્ડ ખુબ રોષે ભરાઈ છે કે આખરે શા માટે તે રોહનને વારંવાર ફોન કરી રહી છે! આવો તો તમને જણાવીએ કે કોણ છે રોહનપ્રીતની પૂર્વ પ્રેમિકા.

Image Source

જણાવી દઈએ કે રોહનની આ પ્રેમિકા અસલી નહિ પણ સોશિયલ મડિયા સેંસેશન અવનિત કૌર છે.અમુક જ સમયમાં અવનિત-રોહનપ્રિતનું નવું વિડીયો સોન્ગ રિલીઝ થવા જઈ રહ્યું છે જેનું નામ છે “એક્સ કોલિંગ(Ex Calling)”. આ ગીતમાં અવનિત-રોહન સાથે જોવા મળશે, જેમાં અવનીત રોહનની ગર્લફ્રેન્ડના રૂપમાં હશે.

Image Source

આ ગીતના પોસ્ટરને નેહા કક્કડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કર્યું છે અને રોહનપ્રિતને ટેગ કરતા ગુસ્સાવાળી ઈમોજી પોસ્ટ કરતા લખ્યું કે, ‘Ex Calling’. નેહાના આવા રિએક્શન પણ દર્શકો પણ મજા લઇ રહ્યા છે.

Image Source

એક યુઝરે મજાકના ભાવથી લખ્યું કે,”આ તો થવાનું જ હતું”. જ્યારે બીજા યુઝરે લખ્યું કે,”હજી પણ ફોન આવે છે!”

Image Source

જણાવી દઈએ કે અવનિત કૌર નેહા-રોહનના રીશેપ્શનમા હાજર રહી હતી અને ખુબ જ ખુશ દેખાઈ હતી અને બંન્નેને લગ્નની શુભકામના પણ આપી હતી. અવનીતે રોહન-નેહા સાથે તસ્વીરો પણ ક્લિક કરી હતી.

Image Source

નેહા કક્કડ અને રોહને પોતાના રિલેશનનો ખુલાસો સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો. લગ્ન પહેલા બંન્નેનુ ગીત ‘નેહું દા વ્યાહ’ પણ રિલીઝ થયું હતું, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે એક સમયે નેહા કક્ક્ડ અભિનેતા હિમાંશ કોહલીને ડેટ કરી રહી હતી. ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યા પછી બંન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું. જેના પછી નેહાને ઊંડો આઘાત લાગ્યો હતો, લાંબા સમય પછી નેહા આ દુઃખમાંથી બહાર આવી શકી હતી. જો કે હાલ નેહા રોહનપ્રિતને જીવનસાથી તરીકે પસંદ કરીને ખુબ જ ખુશ છે.