મનોરંજન

પતિ રોહન સાથે મુંબઈ પરત ફરી નેહા કક્કડ, ન્યુલી મેરિડ કપલે એકબીજાના હાથ પકડીને આવી રીતે આપ્યા પોઝ

નવા પ્રેમી પંખીડા મુંબઈ આવ્યા તો પાછળ લોકોની લાઈન લાગી, જુઓ તસ્વીરો

સિંગર નેહા કક્ક્ડ પોતાના સપનાના રાજકુમાર રોહનપ્રીત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ચુકી છે અને પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. લગ્નના દરેક સમારોહમાં નેહા-રોહન શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. લગ્નમાં નેહા ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

લગ્નને ભવ્ય બનાવવા માટે બંન્નેએ કોઈ ખામી રાખી ન હતી. બંન્નએ દિલ્લીના ગુરુદ્વારેમાં ફેરા લઈને એકબીજાને પોતાના જીવનસાથી બનાવ્યા હતા અને ચંદીગઢમાં ભવ્ય રીસેપ્શન પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.

Image Source

લગ્નના દરેક સમારોહની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. એવામાં લગ્નની તમામ ક્રિયાઓ પૂર્ણ કરીને નેહા-રોહન મુંબઈ પાછા આવી પહોંચ્યા છે.

Image Source

આ નવ-વિવાહિત જોડીને પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. આ દરમિયાન નેહાએ ઓફ વ્હાઇટ કલરના ક્રોપ ટોપ અને પ્લાઝો પેન્ટ પહેર્યું હતું. હલકો મેકઅપ લાલ બંગડી, ગળામાં મંગલસૂત્ર અને સિંદૂર લગાવેલી નેહા ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

જ્યારે રોહન વ્હાઇટ હુડી અને બ્લુ ટ્રેક પેન્ટ પહેરેલા જોવા મળ્યા હતા. એકબીજાનો હાથ પકડીને ચાલી રહેલી આ જોડી ખુબ જ રોમેન્ટિક લાગી રહી છે.

Image Source

સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંન્નેએ માસ્ક પણ પહેરી રાખ્યા હતા. રોહન-નેહાની સાથે પરિવારના અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે.

Image Source

બંન્નેએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. મળેલી જાણકારીના આધારે રોહન-નેહા મુંબઈમાં પણ ભવ્ય રીસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.