નથી રહ્યા દહી બનાવવા વાળા દેશના દિગ્ગજ બિઝનેસમેન, નાની ઉંમરે 42 વર્ષે હાર્ટ એટેકે લીધો જીવ, જુઓ તસવીરો
દેશની અગ્રણી દહીં બ્રાન્ડ્સમાંની એક Epigamia (એપિગામિયા)ના સહ-સ્થાપક રોહન મીરચંદાનીનું નિધન થયું છે. નાની ઉંમરમાં જ દેશના અગ્રણી બિઝનેસ પર્સનાલિટી બની ગયેલા રોહન મીરચંદાનીને 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા. Epigamia એ ભારતમાં ગ્રીક દહીંની લોકપ્રિય બ્રાન્ડ છે. તેની મૂળ કંપની ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ છે જેમાં ઘણી મોટી હસ્તીઓએ રોકાણ કર્યું છે.
બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સહ-સ્થાપક રોહન મીરચંદાનીના નિધનના સમાચારની પુષ્ટિ ગ્રીક દહીં બ્રાન્ડ Epigamiaની પેરેન્ટ કંપની ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન દ્વારા કરવામાં આવી હતી. રોહન મીરચંદાનીએ તેના બે સાથીદારો સાથે મળીને વર્ષ 2013માં ડ્રમ્સ ફૂડની સ્થાપના કરી હતી અને તે ઝડપથી FMCG કંપની તરીકે ઉભરી અને પ્રગતિ કરી.
રોહન મીરચંદાનીએ અંકુર ગોયલ (હાલમાં સીઓઓ) અને ઉદય ઠક્કર (હાલમાં ડિરેક્ટર) સાથે ડર્મ્સ ફૂડની શરૂઆત કરી હતી. પહેલા કંપનીએ આઈસ્ક્રીમ હોકી-પોકી સાથે શરૂઆત કરી અને પછી વર્ષ 2015માં તેઓએ ગ્રીક દહીં બ્રાન્ડ Epigamia રજૂ કરી, જે વધુને વધુ લોકપ્રિય થઈ. જણાવી દઈએ કે Epigamia માત્ર દહીં જ નહીં પરંતુ અન્ય ડેરી ઉત્પાદનો પણ બનાવે છે. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલમાં ઘણા દિગ્ગજ લોકોએ રોકાણ કર્યું છે અને તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ સામેલ છે.
અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે અને તેણે વર્ષ 2019માં ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ સિવાય વર્લિનવેસ્ટ 30 ટકા હિસ્સા સાથે કંપનીમાં સૌથી મોટી સ્ટેકહોલ્ડર છે. કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીના નિધન પહેલાથી કંપનીના ભાવિ આયોજનને લગતા ઘણા સમાચાર હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રમ્સ ફૂડ આગામી નાણાકીય વર્ષમાં બિઝનેસ વિસ્તરણની તૈયારી કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, કંપની નાણાકીય વર્ષ 2025-26 માં દેશના 30થી વધુ શહેરોમાં 20,000 થી વધુ રિટેલ ટચપોઇન્ટ્સ સાથે તેના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે. રોહન મીરચંદાની આમ તો કરોડોની સંપત્તિના માલિક છે, જો કે તેમની પાસે કેટલી સંપત્તિ છે તેની કોઈ માહિતી તેમણે જાહેર કરી નથી, જ્યારે તેમણે જાહેરમાં એ પણ જણાવ્યું નથી કે તેમના પછી તેમની સંપત્તિનો માલિક કોણ હશે.