ભાઇ બહેનનો રોલ પ્લે કરતા થયો પ્રેમ, 5 વર્ષ સુધી ડેટિંગ બાદ નક્ષ અને ગાયુમાં આવી તકરાર

ટીવીના ભાઈ બહેન રોહન મહેરા અને કાંચી સિંહેને લઈને આવ્યા ખરાબ સમાચાર: ચાહકો વચ્ચે મચી ખલબલી

વેલેન્ટાઇન ડેના દિવસે ટીવી ઇન્ડસ્ટ્રીની ક્યુટ જોડીમાંની એક રોહન મેહરા અને કાંચી સિંહના ચાહકોને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો છે. જયારે હંમેશા એકબીજા સાથે ચાહકોને 14 ફેબ્રુઆરીની શુભકામના આપવાવાળા કપલે પોતાની તસવીર સાથે તેમને વિશ કર્યું છે.

Image source

પોપ્યુલર ટીવી શો “યે રિશ્તા કયા કહેલાતા હે” અભિનેતા રોહન મેહરા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. રોહન મેહરા લાંબાં સમયથી “યે રિશ્તા કયા કહેલાતા હે” અભિનેત્રી કાંચી સિંહને ડેટ કરી રહ્યા છે. ચાહકો તેમની કેમેન્ટ્રીને ઘણી પસંદ કરે છે. આ વચ્ચે રોહન અને કાંચી વચ્ચે એવી ખબર સામે આવી છે કે, ચાહકો આ ખબરથી દુખી થઇ શકે છે.

રોહન મેહરા અને કાંચી સિંહે સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. પાંચ વર્ષના રિલેશન બાદ હવે એવું લાગી રહ્યુ છે કે, તેઓ બંને અલગ થઇ ગયા છે. સ્ટાર પ્લસ ધારાવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે” ના સેટ પર બંનેની મુલાકાત થઇ હતી. શુટિંગ દરમિયાન તેઓ એકબીજાને દિલ આપી બેઠા.

Image source

વેલેન્ટાઇન્સ ડે પર રોહન મેહરાએ કાંચી માટે કોઇ પોસ્ટ શેર કરી ન હતી. આ જ કારણથી તેમના વચ્ચે કંઇ થયુ હોવાની વાત સામેે આવી. જો કે, તે ખાસ અવસર પર એકબીજાને સ્પેશિયલ ફિલ કરાવવામાં કોઇ કસર છોડતા નથી. એવામાં બંને વચ્ચે તકરારની ખબર સાંભળી લોકો હેરાન છે.

Image source

ઇન્સ્ટાગ્રામ પર કાંચીએ રેડ ડ્રેસમાં તસવીર શેર કરતા કેપ્શન લખ્યુ હતુ કે, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે. આ વેલેન્ટાઇન દિવસ પર મેં પોતાનાથી પ્રેમ કરવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Kanchi Singh ✿ (@kanchisingh09)

રોહન મેહરાએ તેની નવી ગાડી સાથે તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શન લખ્યુ હતુ કે, આ ગાડીથી પ્રેમ કરવો એ મારુ ખુશનસીબ હતું. આ વેલેન્ટાઇન પર મેં પોતાને રેન્જ રોવર ગાડી ગિફટ કરી છે. આ મારો નવો પ્રેમ છે. હેપ્પી વેલેન્ટાઇન્સ ડે.

 

View this post on Instagram

 

A post shared by Rohan Mehra (@rohanmehraa)

રોહન અને કાંચી લાંબાં સમય સુધી રિલેશનમાં રહ્યા છે. હવે બંને વચ્ચે તકરારની ખબર સામે આવી છે. જો કે, તે બંનેએ આ વાતને હજી સ્વીકારી નથી.

Shah Jina