ખબર

સલામ છે આ કરોડપતિને, જે એક કોલેજના 400 વિદ્યાર્થીઓની 280 કરોડ રૂપિયાની લોન ચુકવશે. વાંચો આજે જબરદસ્ત સ્ટોરી

Image Source

જરા વિચારો કે તમે સ્ટુડન્ટ લોન લઈને દરેક મહિને તમારા પગારમાંથી તેને ચુકવવાને લીધે ચિંતિત થઇ ગયા છો અને અચાનક કોઈ અજાણ વ્યક્તિ આવીને તમારી આ લોનની ચુકવણી કરી નાખે, તો તમને કેવું લાગશે? આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે.

Image Source

અમેરિકાના પ્રખ્યાત અરબપતિ નિવેશક અને પરોપકારી ‘રોબર્ટ એફ સ્મિથ’ એ એટલાન્ટાના મોરહાઉસ કોલેજથી ગ્રેજ્યુએશન કરનારા લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓની 4 કરોડ ડોલર (280 કરોડ રૂપિયા) ની સ્ટુડન્ટ લોનની ચુકવણી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કોલેજના દીક્ષાંત સમારોહમાં આ વાતને જાહેર કરી હતી. આ દરમિયાન તે 2019ની બેચના દરેક વિદ્યાર્થીઓની લોનની ચુકવણી કરશે.

Image Source

2 લાખ ડોલરની લોન ચુકવવામાં એક વિદ્યાર્થીને 25 વર્ષ લાગી જાત:
સ્મિથની આવી જાહેરાતથી કોલેજ ફેકલ્ટી અને દરેક વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. કોલેજનું કહેવું છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ભેંટ છે. એક વિદ્યાર્થીએ થોડા દિવસો પહેલા ગણતરી કરી હતી કે 2 લાખ ડોલરની સ્ટુડન્ટ લોન ચુકવવામાં 25 વર્ષ લાગી જશે. તેના માટે તેને દરેક મહિને પોતાનો અડધો પગાર આપવાનો રહેશે, એવામાં સ્મિથનો આવો નિર્ણય દરેક માટે ખુબ જ ખાસ છે.

Image Source

આખરે કોણ છે રોબર્ટ એફ સ્મિથ?
રોબર્ટ સ્મિથ અમેરિકાના સૌથી મોટા ઇન્વેસ્ટર્સમાના એક છે. રોબર્ટ વિસ્ટા ઇકવીટી પાર્ટનર્સના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમની ફર્મ સોફ્ટવેર, ડેટા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરે છે. તેમની કુલ નેટવર્થ 4.47 અરબ ડોલર (31290) કરોડ રૂપિયા છે. સ્મિથની આવી જાહેરાતે વિદ્યાર્થીઓની સમસ્યાને ક્ષણભરમાં જ ખતમ કરી નાખી છે, જેને લીધે ત્યાંના વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ છે.

Image Source

આખરે શા માટે કરી સ્મિથે આવી મદદ:
મોરહાઉસ અશ્વેતો (કાળા લોકો) ની કોલેજ છે અને સ્મિથ પોતે પણ અશ્વેત છે. તેમણે કહ્યું કે અમે 8 પેઢીઓથી અમેરિકામાં રહી રહ્યા છીએ માટે મારો પરિવાર કંઈક યોગદાન આપવા માગે છે. દીક્ષાંત સમારોહ દરમિયાન સ્મિથને મોરહાઉસ કોલેજના તરફથી ડૉકટરેટની પદવી આપવામાં આવી હતી.

Image Source

અમેરિકાના વિદ્યાર્થીઓ પર 280 કરોડ રૂપિયાનું કર્જ:

વિદ્યાર્થીઓની ઉપર લગાતાર વધી રહેલો કર્જ અમેરિકામાં રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી પ્રસ્તુત કરી રહેલા ઘણા ડેમોક્રેટ્સ સાંસદોએ આ બાબત પર ચિંતા વ્યક્ત કરી છે. રેંટિંગ એજન્સી કીચના આધારે અમેરિકી વિદ્યાર્થીઓ પર 280 કરોડ રૂપિયાનું કર્જ હોવાનું જણાવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks