સુરતના કાઠિયાવાડી એરિયામાં 40 જોડી કપડા અને અધધધધ લાખ રૂપિયા લઈને ભાગી દુલ્હન, સુહાગરાત મનાવીને….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં લગ્નઇચ્છુક લોકોને દલાલો દ્વારા કન્યાની લાલચ આપી, લગ્ન કરાવી અને પછી લૂંટેરી દુલ્હન પૈસા અને ઘરેણાં લઈને ફરાર થઇ જતી હોય છે. ત્યારે હાલ એવી જ એક દુલ્હન પોલીસના હાથે લાગી ગઈ છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક વેપારીને દલાલ દ્વારા લગ્નની લાલચ આપીને એક છોકરી સાથે લગ્ન કરાવ્યા હતા અને પછી કન્યા લાખો રૂપિયા લઈને ફરાર થઇ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતમાં આવેલા લાભેશ્વર વિસ્તારની અંદર એક ફરસાણની દુકાન ચલાવતા ગૌતમ ભાઈ ધનેશા લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે દલાલે તેમને અને તેમના પિતાને વલસાડની એક યુવતી બતાવી હતી અને લગ્ન સમયે 2.5 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આ ઉપરાંત કન્યાને 40 જોડી કપડાં અને દાગીના પણ આપવામાં આવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

ગૌતમ ભાઈ સાથે લગ્ન કરનાર યુવતી થોડા દિવસ સુધી તેમના ઘરે પણ રોકાઈ અને પછી તેનો પગ ફેરો કરવા માટે તેના માતા તેને પિયરમાં લઇ ગયા હતા. પરંતુ ઘણા દિવસ સુધી તે પાછી ના આવતા ગૌતમ ભાઈ વસલાડ ગયા અને ત્યાં તેમને જાણવા મળ્યું કે આ કન્યાને તો ઘણા લોકોને છેતર્યા છે અને તેમની સાથે પણ છેતરપીંડી કરવામાં આવી છે. જેના બાદ તેમને પોલીસ કેસ કરતા આ મામલે પોલીસ પણ તપાસમાં લાગી હતી.

ત્યારે આ મામલે તપાસ કરી રહેલી પોલીસે સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરૂરાજ શિંદે,  સંગીતા-ગુરૂરાજ શિંદે, પુનમ, રસિક ભિમલેશભાઇ રામાણી અને દિનેશ આહિર વિરુદ્ધ રોકડા રૂ.2.34 લાખ, સોનાચાંદીના અને ઇમીટેશનના દાગીના મળી કુલ રૂ.2,54,200ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી અને ધરપકડ પણ કરી છે.

Niraj Patel