ખબર વાયરલ

શું તમને પણ ટ્રેનના દરવાજા પાસે ઉભા રહેવાની ટેવ છે ? તો થઇ જાવ સાવધાન, જોઈ લો આ વીડિયો, આંખના પલકારે જ પેસેન્જર સાથે થયું એવું કે…

મધ્યમવર્ગ માટે લાંબી મુસાફરી કરવાનો એક સસ્તો અને સરળ રસ્તો ટ્રેન છે. ટ્રેન દ્વારા મુસાફરી કરવીએ ખિસ્સાને પણ પરવળે છે અને સમયની પણ બચત કરે છે. મોટાભાગના લોકોએ ટ્રેનની સફર કરી હશે, ત્યારે ટ્રેનમાં સફર દરમિયાન તમે કોઈવાર દરવાજા પાસે પણ ઉભા હશો, અને ઘણીવાર ઘણા લોકોને દરવાજા પાસે ઉભેલા પણ જોયા હશે. પરંતુ ટ્રેનના દરવાજે ઉભા રહેવું જોખમ કારક પણ સાબિત થઇ શકે છે.

ટ્રેનના દરવાજે ઉભા રહેલા ઘણા લોકો સાથે અકસ્માત થયા હોવાના કિસ્સાઓ પણ તમે સાંભળ્યા હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક એવી ઘટના કેદ થઇ છે જેણે લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. જેમાં પુલ ઉપર લટકેલા કેટલાક બદમાશો એવી હરકત કરે છે કે જોઈને કોઈના પણ શ્વાસ અઘ્ધર થઇ જાય.

આ વીડિયો સામે આવ્યો છે બિહારના બેગુસરાયમાંથી. આ ઘટના લૂટ પટના અને બેગુસરાયને જોડતા રાજેન્દ્ર સેતુ રેલ બ્રિજ પર થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એક યૂઝરે ટ્વિટર પર વીડિયોનું સ્લો મોશન વર્ઝન પોસ્ટ કર્યું છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બ્રિજ પર ઊભેલો એક વ્યક્તિ એક સેકન્ડમાં પેસેન્જર પાસેથી સ્નેચિંગ કરવામાં સફળ રહ્યો.

વીડિયોમાં તમે આવા લૂંટારાને પણ જોઈ શકતા નથી. બ્રિજ પર ઊભેલા આ લૂંટારુઓ અડધી સેકન્ડમાં જ સ્નેચિંગ કરે છે અને લોકોનું ધ્યાન પણ નથી પડતું. મુસાફરો ચાલતી ટ્રેનમાંથી ઉતરી પણ શકતા નથી અને લૂંટારુઓ તેનો ફાયદો ઉઠાવે છે. વીડિયોમાં કટિહારથી પટના જતી ઈન્ટર સિટી એક્સપ્રેસ ટ્રેનના ખુલ્લા દરવાજા પર બે વ્યક્તિઓ બેઠેલા જોવા મળે છે.

સમીર કુમાર નામનો વ્યક્તિ પોતાના ફોનથી ગંગા નદીનો વીડિયો રેકોર્ડ કરતો જોઈ શકાય છે. જ્યારે તે ટ્રેનના ડબ્બાની ધાર પર બેસીને વીડિયો રેકોર્ડ કરવામાં વ્યસ્ત હતો, ત્યારે સમીર લૂંટારાઓને પુલ પરથી લટકતો જોતો હતો. લૂંટારાએ ઝડપથી સમીરના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. થોડીક સેકન્ડો માટે, સમીરને ખ્યાલ પણ ન આવ્યો કે શું થયું કારણ કે આ બધું ખૂબ ઝડપથી થયું. તે પછી તે ઉભો થાય છે અને તેના મિત્રને કહે છે જે એક વીડિયો પણ બનાવી રહ્યો હતો અને આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી કે કોઈએ તેનો ફોન ચોરી લીધો છે.

રાજેન્દ્ર સેતુ પુલ પર આ કોઈ દુર્લભ ઘટના નથી. પુલ પરથી ઘણા લૂંટારાઓ લટકી રહ્યા છે. તેઓ પોતાને પુલ પર બાંધવા માટે દોરડાનો ઉપયોગ કરે છે અને ધાર પર પગને સંતુલિત કરીને ટ્રેનથી સુરક્ષિત અંતર રાખે છે. એક જ બ્રિજ પર દરરોજ આવી ડઝનબંધ ઘટનાઓ બને છે. બ્રિજની રેલિંગ પર લટકેલા લૂંટારાઓ આંખના પલકારામાં મુસાફરો પાસેથી ફોન છીનવી લે છે અને ચાલતી ટ્રેનમાં પેસેન્જર કંઈ કરી શકતા નથી.