મહેસાણામાં બંદૂકના જોર પર ભર બપોરે ઘરમાં ઘુસી આવેલા લોકોએ પ્રમુખના ઘરમાંથી કરી મોટી લૂંટ, લાખો રૂપિયાનો મુદ્દામાલ અને રોકડ લઈને થયા ફરાર

મહેસાણામાં બપોરમાં જ ઘરની અંદર ઘુસી આવ્યા બુકાનીધારી લૂંટારુઓ, બાળકોના લમણે બંદૂક રાખીને ખાલી કરી નાખી આખી તિજોરી, જાણો સમગ્ર મામલો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

Robbers Attacked Jotana : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર લૂંટના ઇરાદે હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર પરિવારને ધાક ધમકી આપીને પણ ઘણા લોકો આવી લૂંટની ઘટનાઓને અંજામ આપતા હોય છે, હાલ મહેસાણામાંથી પણ એક એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી પરિવારના સભ્યો સામે બંદૂક તાણીને લૂંટારુઓ લખો રૂપિયાનો મુદ્દામાલ અને રોકડ લઈને ફરાર થઇ ગયા.

પ્રમુખના ઘરમાં બંદૂકની અણીએ ચોરી :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં આવેલા જોટાણામાં રહેતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશભાઈ ચાવડાના ઘરમાં 5 જેટલા ઈસમો બંદૂક સાથે પ્રવેશ્યા હતા. આ દરમિયાન ઘરમાં તેમના પત્ની, માતા, દાદી અને બાળકો હાજર હતા. આ ઘટના બપોરે બેથી અઢી વાગ્યાની વચ્ચે બની હતી, આ લૂંટાઓના હાથમાં બંદૂક અને છરા હતા. આ બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસીને પહેલા પ્રમુખની માતાને ઘેરી લીધા, અવાજ આવતા જ તેમના પત્ની ઇલાક્ષીબેન પહોંચ્યા ત્યારે ચાર જેટલા લોકોએ તેમને બંદૂક બતાવી અવાજ કરવાની ના પડી.

બાળકોના લમણે મૂકી બંદૂક :

જેના બાદ એક જ રૂમની અંદર બે બાળકો સહીત ત્રણ મહિલાઈને પણ પુરી દીધી હતી અને બાળકોના લમણે બંદૂક રાખીને ધમકાવ્યાહ તા, જેના બાદ ઘરમાંથી જેટલા પણ દાગીના હતા એ બધા જ લઈને તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન મૃગેશભાઈ બપોરે 1 વાગે જમીને બહાર નીકળ્યા હતા અને તેઓ તેમના પેટ્રોલપમ્પ પર હતા ત્યારે તેમને આ ઘટના અંગે જાણ થઇ હતી. તેમના જણાવ્યા અનુસાર ઘરમાં 30 તોલા જેટલું સોનુ હતું અને રોકડ રકમ પણ હતી, રોકડ કેટલી હતી તેનો હાલ તેમને અંદાજ નથી.

પોલીસ લાગી તપાસમાં :

ત્યારે આ ઘટનાની જાણ થતા જ મહેસાણા એલસીબી, એસઓજી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. હાલ આ ઘટનામાં કુલ કેટલી રકમની લૂંટ થઇ છે તે હજુ સામે નથી આવ્યું. ગણતરી કર્યા બાદ જ આ લૂંટનો અંદાજ આવી શકશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં.

Niraj Patel