આણંદમાંથી સામે આવી ચોંકાવનારી ઘટના, સુહાગરાતે જ પત્નીએ પતિને ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી કર્યું એવું કે….

સુહાગરાતે પત્ની પ્રિયાએ પતિદેવને ખવડાવી ઘેનની ગોળીઓ, બીજી રાત્રે કહ્યું- મને થાક લાગ્યો છે અને પછી…

આજકાલ સમાજની અંદર કન્યા મળવી મુશ્કેલ બની ગઈ છે, ઘણા યુવાનો લગ્ન કરવા માટે ઉત્સુક છે. અને લગ્ન માટે ઇચ્છુક આવા લોકો ઘણીવાર ફ્રોડનો શિકાર પણ બનતા હોય છે. આવી ઘણી ઘટનાઓ અવાર નવાર સામે પણ આવતી રહે છે. ત્યારે ગુજરાતમાં પણ આવી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળ્યા છે.

હાલ એવો જ એક કિસ્સો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામની અંદરથી સામે આવ્યો છે. જેમાં લગ્નના બે દિવસમાં જ યુવક અને તેના પરિવારને જાળમાં ફસાવી  લૂંટેરી દુ્લ્હન રૂપિયા 2.11 લાખ લઈ ફરાર થઇ ગઇ હતી. કન્યાએ ખુબ જ ચાલાકી વાપરી અને યુવકને સુહાગરાતના દિવસે જ ખાવા-પીવામાં ઊંઘની ગોળીઓ જ આપી દીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુંદલપુરા ગામે કૈલાસબેન ઝાલા પોતાના પતિ સાથે રહે છે. તેમને સંતાનોમાં બે પુત્ર તથા બે પુત્રી છે. જેમાં બે પુત્રી તથા મોટા પુત્રનાં લગ્ન થયા છે જ્યારે નાના પુત્ર અજયનાં લગ્ન બાકી છે. અજય મંજુસર જીઆઈડીસીમાં નોકરી કરે છે. અંદાજે છ માસ અગાઉ રાઠોડ રાજુભાઈ ભાઈલાલભાઈ નામનો એક વ્યક્તિ સુંદલપુરા ડેરી પાસે ભાડે મકાન શોધવા આવ્યો હતો. જ્યાં તેણે ઝાલા ફુલાભાઈ સામંતભાઈનું મકાન ભાડે લીધું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

મકાન ભાડે લીધા બાદ  રાજુભાઈએ પડોશ પાડોશમાં ઓળખાણ વધારી હતી. જેના બાદ તેમને કૈલાસબેનના સંતાનો વિશે ખબર પડતા તેમનો દીકરો અજય હજુ કુંવારો છે તે જાણવા મળ્યું હતું. જેના બાદ તેમને તેમની ભત્રીજી મનીષા ઉર્ફે પ્રિયા સાથે અજયનો સંબંધ કરાવવાની વાત કરી અને બંનેને મળાવ્યા હતા. બંનેએ એકબીજાને પસંદ કરતા લગ્નની વાત આગળ વધી હતી જેમાં લગ્નના ખર્ચ પેટે રૂપિયા 80 હજાર રોકડા અને પાંચ તોલા સોના ચાંદીના દાગીના આપવાની પણ વાત જણાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

અજયના પરિવારજનોએ 80 હજાર રોકડ રૂપિયાની સાથે સોના ચાંદીના દાગીના અને જમણવારનો ખર્ચ મળીને કુલ 2.10 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ બંનેના લગ્ન 15 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. લગ્નની પહેલી રાત્રે અજયને જમવામાં ઊંઘની ગોળીઓ આપીને વહેલો સુવડાવી દીધો અને બીજા દિવસે થાક લાગ્યો હોવાનું બહનું કાઢું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

બે દિવસ યુવકના ઘરે રોકાયા બાદ કન્યા રાત્રીના સમયે જ અન્ય લોકો સાથે ફરાર થઇ ગઈ હતી. ફરાર થતી વખતે કન્યા તેના પતિનો 18 હજારનો મોબાઈલ પણ લઇ ગઈ હતી. જેના બાદ લૂંટેરી દુલ્હનનો ભોગ બનનાર યુવકકના પરિવારજનોએ મનીષા ઉર્ફે પ્રિયા રાઠોડ, રાજુ ભાઈલાલ, રાઠોડ અતુલ રાજેશ, રાઠોડ મંજુલા રાજુ તથા રાઠોડ સંગીતા અતુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel