જૂનાગઢમાં મારણના લાઈવ દ્રશ્યો: બે સાવજોએ રસ્તા પર જ કરી દીધો ગાયનો શિકાર, રોડ પર વાહનો થંભી ગયા

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે, આ વીડિયોમાં કેટલાક હાસ્યાસ્પદ હોય છે તો કેટલાક ચોંકાવનારા. સોશિયલ મીડિયા હવે એવું એક પ્લેટફોર્મ બની ગયુ કે, જયાં અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલ સિંહોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જંગલનો રાજા સિંહ જયારે પણ શિકાર કરે છે ત્યારે તેને કયારેય પણ હેરાન કરવો જોઇએ નહિ. શિકાર દરમિયાન કોઇ તેનું ધ્યાન ભટકાવી શકતુ નથી. ગુજરાતના જૂનાગઢથી એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં બે સિંહ રસ્તા પર જ એક ગાયનો શિકાર કરવા લાગ્યા. સિંહ જયાં શિકાર કરી રહ્યો હતો ત્યાં આસપાસ ઘણા વાહનો જઇ રહ્યા હતા અને તે લોકોએ જ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.આ વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ વાયરલ પણ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બે સિંહ રસ્તા પર ગાય પર હુમલો કરે છે. બંને ગાયને પોતાના જડબાથી ખેંચી રસ્તા કિનારે લઇ જાય છે. આ બધુ થઇ રહ્યુ હતુ ત્યારે કેટલાક લોકો હોર્ન પણ મારી રહ્યા હતા. આસપાસ લોકોની અવર જવર થઇ રહી હતી. ત્યાં જ સિંહોએ શિકાર કરી લીધો.

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રસ્તા કિનારે બે સિંહોએ જાહેરમાં જ ગાયનું મારણ કર્યુ હતુ અને તેને જંગલમાં લઇ જઇ રહ્યા હતા. આ દ્રશ્યો રાહદારીઓએ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ ઘટના જોવા માટે તો લોકોનું ટોળુ પણ એકત્રિત થઇ ગયુ હાલ તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina